શોધખોળ કરો
Advertisement
સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત કેસ મામલે ટ્વીટ કરીને CBI પાસે શું કરી દીધી મોટી માંગ, જાણો વિગતે
સુબ્રમણ્યમ સ્વામીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સવાલો ઉઠાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત કેસમાં આવેલા ડ્રગ્સ મામલાથી સુંશાંત કેસ ડાયવર્ટ થવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કરીને સીબીઆઇ પાસે સુશાંત કેસમાં હત્યાનો કેસ નોંધવાની માંગ કરી દીધી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ સામે બીજેપી નેતાએ મોટી માંગ કરી છે. તપાસમાં મોડુ થઇ રહ્યું છે જેના કારણે સુશાંતનો પરિવાર અને વકીલ ખુબ ચિંતામાં છે. ત્યારે આ બધાની વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સવાલો ઉઠાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત કેસમાં આવેલા ડ્રગ્સ મામલાથી સુંશાંત કેસ ડાયવર્ટ થવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કરીને સીબીઆઇ પાસે સુશાંત કેસમાં હત્યાનો કેસ નોંધવાની માંગ કરી દીધી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં લખ્યું- સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ માટે આ બહુજ દુઃખની વાત છે કે સુશાંત માટે જલ્દી ન્યાય માંગનારાઓ સંતુષ્ટી માટે તપાસમાં બહુ જ સાવધાની કરવામાં આવી રહી છે. મને લાગે છે કે હવે સીબીઆઇને કલમ 302 અંતર્ગત કેસ નોંધવો જોઇએ, કેમકે તેની પાસે કાયદાકીય રીતે પુરતી માહિતી ઉપલબ્ધ છે.
સુબ્રમણ્યમ સ્વામીએ આ ટ્વીટ પર સુશાંતના ફેન્સસે પણ પ્રતિક્રિયા આપી, કેટલાય લોકોએ જલ્દીથી જલ્દી ન્યાય માટે ઉગ્ર થવાની વાત કહી. આવામાં એક ઉગ્ર યૂઝરે રિપ્લાય પર પ્રતિક્રિયા આપતા સુબ્રમણ્યમ સ્વામીએ તેમને શાંત થવાની અપીલ કરી અને કહ્યું તેમને જીત થશે. તેમને લખ્યું- શારીરિક રીતે હારતા પહેલા માનસિક રીતે ના હારવુ જોઇએ, તમારી જીત થશે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત કેસને લઇને બીજેપી નેતા શરૂઆતથી જ આક્રમક છે. તે સુશાંતને ન્યાય અપાવવા માટે સોશ્યલ મીડિયામાં નિવેદનો આપતા રહે છે. તેમને એઇમ્સની ફોરેન્સિક ટીમ દ્વારા સુશાંતના વિસરા રિપોર્ટની તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion