(Source: Poll of Polls)
'Sunny Leoneને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહી છે', હાઈકોર્ટને આવું કેમ કહેવું પડ્યું?
જસ્ટિસ બેચુ કુરિયન થોમસે કહ્યું કે સનીને કોઈપણ કારણ વગર હેરાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેઓ આ આરોપને અમાન્ય માને છે. જો કે કેસની સુનાવણી ચાલુ રહેશે જેથી તપાસ ચાલુ રાખી શકાય.
Sunny Leone on HC: કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર અને તેમના એક સહયોગી વિરુદ્ધ છેતરપિંડીના આરોપો પાયાવિહોણા છે. જસ્ટિસ બેચુ કુરિયન થોમસે કહ્યું કે સનીને કોઈપણ કારણ વગર હેરાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેઓ આ આરોપને અમાન્ય માને છે. જો કે કેસની સુનાવણી ચાલુ રહેશે જેથી તપાસ ચાલુ રાખી શકાય. આગામી સુનાવણી 31 માર્ચે હાથ ધરવામાં આવશે.
હું કેસને રદ્દ કરવાના પક્ષમાં છું: HC
16 નવેમ્બર 2022ના રોજ એક ઇવેન્ટ મેનેજરે સની, ડેનિયલ અને વર્કર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જસ્ટિસ કુરિયને ગુરુવારે કહ્યું, "મને સમજાતું નથી કે આમાં ગુનો ક્યાં છે. સની લિયોનને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહી છે. હું કેસને રદ્દ કરવાના પક્ષમાં છું."
સની પર શું છે આરોપ?
ફરિયાદી ઈવેન્ટ મેનેજરે દાવો કર્યો હતો કે લાખો રૂપિયા ચૂકવવા છતાં સની કાર્યક્રમમાં આવી નહોતી. આ ઘટનામાં સનીના પતિ ડેનિયલ અને તેના સહાયક આરોપી હતા. જો કે તપાસ મુજબ ફરિયાદીને કોઈ નુકશાન થયું ન હતું. સનીએ પણ આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો છે. મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાને પૂરતા ગણ્યા ન હતા. ત્યાં પૂરતા પુરાવાના અભાવે કેસ રદ કરવામાં આવ્યો હતો. આ પછી ફરિયાદીએ કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો.
આ પણ વાંચો: Priyanka Chopraએ 3 વાર આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ, મેનેજરે કર્યા ચોંકાવનારા ખુલાસા
Priyanka Chopra Shocking Facts: બોલિવૂડ કવિન પ્રિયંકા ચોપરાને (Priyanka Chopra ) બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. આજે પ્રિયંકાએ પોતાની મહેનતના દમ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મેળવી છે. પ્રિયંકા પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે અમેરિકામાં સુખી જીવન જીવી રહી છે. ભલે આજે અભિનેત્રી પોતાની અંગત જિંદગી અને પ્રોફેશનલ લાઈફમાં સફળ છે. પરંતુ એક સમયે અભિનેત્રી પોતાના જીવનથી એટલી નિરાશ થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હા, પ્રિયંકાએ તેના સંઘર્ષના દિવસોમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેનો ખુલાસો પ્રિયંકાના ભૂતપૂર્વ મેનેજર પ્રકાશ જાજુએ પોતે કર્યો હતો.
પ્રિયંકા ચોપરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
ઘણા વર્ષો પહેલા પ્રકાશ જાજુએ ટ્વિટર પર ઘણી ટ્વિટ કરી હતી. જેમાં તેણે પ્રિયંકાના આત્મહત્યાના પ્રયાસ વિશે વાત કરી હતી. તેણે લખ્યું, "આજે ખૂબ જ મજબૂત દેખાતી પ્રિયંકાએ ભૂતકાળમાં 2-3 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને મેં તેને મહામહેનતે આવું પગલું ભરતા અટકાવી હતી. પ્રિયંકા અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અસીમ મર્ચન્ટ વચ્ચે ઘણા ઝઘડા થતાં હતા. તે દરમિયાન પ્રિયંકા મને અડધી રાતે ઘણી વાર તકલીફમાં ફોન કરતી હતી.
પ્રિયંકાએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા પ્રયાસ કર્યો હતો
તેણે આગળ લખ્યું કે, "એકવાર અસીમ સાથેની લડાઈ બાદ પ્રિયંકા મુંબઈના વસઈ વિસ્તારમાં ડ્રાઈવ માટે આવી હતી અને ત્યાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રિયંકા અસીમની માતાની ખૂબ જ નજીક હતી. પરંતુ 2002માં આસિમની માતાના અવસાન બાદ પ્રિયંકા વસઈમાં આવી હતી. બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે ઘટના પછી પ્રિયંકાને તે ફ્લેટની બારીઓ પર લોખંડની ગ્રીલ લગાવવામાં ન આવે ત્યાં સુધી તેને ખુરશી સાથે બાંધીને રાખવામાં આવી હતી".
અભિનેત્રીને તેના પૂર્વ મેનેજર સાથે થયો હતો વિવાદ
વેલ, એ તો બધા જાણે છે કે પ્રિયંકાનો તેના પૂર્વ મેનેજર સાથે વિવાદ થયો છે. પ્રિયંકાએ પણ અચાનક પ્રકાશ સાથેનો કરાર તોડી નાખ્યો હતો. પ્રિયંકાના પિતા અશોક ચોપરાએ પણ પ્રકાશ વિરુદ્ધ પ્રિયંકાની પ્રાઈવસીમાં દખલ કરવાનો કેસ દાખલ કર્યો હતો. આ પછી પ્રકાશને 67 રાત જેલના સળિયા પાછળ વિતાવવી પડી હતી.