શોધખોળ કરો
Advertisement
સુશાંતના ખાતામાંથી કરોડોની લેવડ-દેવડ મામલે સુશાંતના CA શું કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો વિગતે
એફઆઇઆર નોંધાવ્યા બાદ સુશાંત સિંહના ફેમિલી ફ્રેન્ડ નીલોત્પલે કહ્યું હતુ કે સુશાંતના બેન્ક ખાતામાંથી કાઢવામાં આવેલા કરોડો રૂપિયા મામલે તપાસ થવી જોઇએ, આ મામલે હવે સુશાંતની CA સંદીપ શ્રીધરે કહ્યું કે રિયાને કોઇપણ રીતે પૈસા નથી આપવામાં આવ્યા
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત આત્યહત્યા કેસમાં રોજ નવા નવા ખ ખુલાસા સામે આવી રહ્યાં છે. બે રાજ્યોની પોલીસ કેસની ખાસ કડીઓ શોધવામાં લાગી છે, ત્યારે સુશાંત સિંહના ખાતામાંથી થયેલી કરોડો રૂપિયાની લેવડદેવડ મામલે ખુદ સુશાંતના CAએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા પર 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો કેસ નોંધાવ્યો છે.
એફઆઇઆર નોંધાવ્યા બાદ સુશાંત સિંહના ફેમિલી ફ્રેન્ડ નીલોત્પલે કહ્યું હતુ કે સુશાંતના બેન્ક ખાતામાંથી કાઢવામાં આવેલા કરોડો રૂપિયા મામલે તપાસ થવી જોઇએ, આ મામલે હવે સુશાંતની CA સંદીપ શ્રીધરે કહ્યું કે રિયાને કોઇપણ રીતે પૈસા નથી આપવામાં આવ્યા.
CA સંદીપ શ્રીધરે જણાવ્યુ કે, સુશાંતની પાસે મોટુ બેન્ક બેલેન્સ ન હતુ. તેમને કહ્યું રિયાના ખાતામાં કેટલાક હજાર રૂપિયાને છોડીને કોઇ મોટુ ટ્રાન્સફર ન હતુ થયુ. તેમને એ પણ ખુલાસો કર્યો કે એકવાર રિયાની માએ તેને 33 હજાર રૂપિયા આપ્યા હતા.
CA સંદીપ શ્રીધરનું કહેવુ છે કે સુશાંત મોટા ભાગે ખરીદી અને બીજી કેટલાક ખર્ચા જેવા કે મુસાફરી અને બીજી વસ્તુઓ પર પોતાના પૈસા ખર્ચ કરતો હતો. તેમના અનુસાર તેની કુલ સંપતિ એટલી ન હતી જેટલો દાવો કરવામાં આવી રહ્યો છે. CAનુ કહેવુ છે છેલ્લા એક વર્ષથી સુશાંતની આવક ઓછી થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, સુશાંત કેસમાં બિહારની પોલીસ અને મુંબઇ પોલીસ બન્ને રાજ્યોની પોલીસ તપાસ ચલાવી રહી છે. બિહાર પોલીસની એક ટીમ સુશાંતના નજીકના લોકો, ફ્રેન્ડ, બેન્ક મેનેજર, પૂર્વ કૂક, બહેન અને પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સાથે વાત કરી ચૂકી છે.
સુશાંતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાન્દ્રા વાળા ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી હતી, મુંબઇ પોલીસ આ મામલે 40 લોકોની પુછપરછ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement