શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતને બહેન મીતૂ સિંહે ખાસ ગીતથી આપી ભાઇને શ્રદ્ધાંજલિ
સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂ સિંહે સુપ્રીમ કોર્ટના ફેંસલાનુ સ્વાગત કરતા સોશ્યલ મીડિયા પર એક શ્રદ્ધાંજલિ ગીત શેર કર્યુ છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- ઇન્સાફ એક સવાલ હૈ.આ ગીત સુશાંતને તેની ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેન્સ તરફથી એ શ્રદ્ધાંજલિ છે
મુંબઇઃ દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના 2 મહિનાથી વધુ સમય થઇ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસની જવાબદારી હવે સીબીઆઇને સોંપી દીધી છે. આવામાં પરિવાર અને ફેન્સને આશા છે કે કેસમાં સાચા આરોપીઓ અને ગુનેગારો પકડાઇ જશે અને એક્ટરને ન્યાય મળશે. આ વાતને યાદ કરીને સુશાંતની બહેન મીતૂ સિંહે એક ગીત દ્વારા ભાઇ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી છે.
સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂ સિંહે સુપ્રીમ કોર્ટના ફેંસલાનુ સ્વાગત કરતા સોશ્યલ મીડિયા પર એક શ્રદ્ધાંજલિ ગીત શેર કર્યુ છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- ઇન્સાફ એક સવાલ હૈ.આ ગીત સુશાંતને તેની ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેન્સ તરફથી એ શ્રદ્ધાંજલિ છે.
ઉલ્લેખનીય છે કે ઇન્સાફ એક સવાલ હૈ- ગીતને શુભમ સુંદરમે બનાવ્યુ , આદિત્ય ચક્રવર્તીએ લખ્યું અને અરુણ જૈને આને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂતની તસવીરની સાથે તેની જિંદગી સાથે જોડાયેલી ખાસ વાતોને વીડિયોમાં બતાવવામાં આવી છે.વળી સુશાંત સિંહ માટે બનાવવામાં આવેલા ગીતને ફેન્સ ખુબ લાઇક કરી રહ્યાં છે. અત્યાર સુધી આ ગીત પર લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે
આ ઉપરાંત સીબીઆઇ તપાસની અનુમતિ બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તિ અને એક્ટ્રેસ અંકિતા લોખંડેએ સોશ્યલ મીડિયા પર કોર્ટના ફેંસલાનુ સ્વાગત કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement