શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઇ બહેન શ્વેતા સિંહ, લખ્યો આ ઇમૉશનલ મેસેજ
મહત્વનુ છે કે, સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી, આ ફિલ્મમાં સુશાંત ખુદ એક ફાઇટર બન્યો છે. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના એક મહિના બાદ બહેન શ્વેતાએ તેની જુની યાદોને વગોળી છે. શ્વેતા સિંહ કિર્તીએ સુશાંત સાથેની એક તસવીર શેર કરી છે, અને આ તસવીરમાં બન્નેના ચહેરા પર એક લાંબી મુસ્કાન છે. બન્ને ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે. આ તસવીર શ્વેતાએ પોતાના મોબાઇલથી લીધેલી છે. આ તસવીરને શેર કરતાં દિવગંત એક્ટરને યાદ કર્યો છે.
શ્વેતા સિંહ કિર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને લખ્યું- તુ એક મહિના પહેલા અમને છોડીને ચાલ્યો ગયો હતો.... પણ અમે બધા તમારી હાજરી આજે પણ અનુભવી રહ્યાં છીએ. લવ યુ ભાઇ. આશા છે કે તુ હંમેશા ખુશ રહીશ. શ્વેતાના ફોલોઅર્સે પણ સુશાંતને યાદ કરીને તેનો સહયોગ કર્યો અને સંવેદનાઓ વ્યક્ત કરી.
એક યૂઝરે લખ્યું- ગેલેક્સીનો સૌથી ચમકદાર તારો. વળી એક યૂઝરે લખ્યું- હું વિચારી પણ નથી શકતી તુ કઇ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહી છો... સુશાંતને ન્યાય મળે.
સુશાંતની આત્મહત્યાને એક મહિનો થઇ ગયો છે, નજીકના મિત્રો, પરિવારજનો અને ફેન્સ તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર લોકો સુશાંત પ્રત્યેની સંવેદના પ્રગટ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના દિવસે પોતાના મુંબઇના બ્રાન્દ્રા સ્થિત ઘરે ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શ્વાસ રુંધાવવાની વાત સામે આવી હતી.
મહત્વનુ છે કે, સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી, આ ફિલ્મમાં સુશાંત ખુદ એક ફાઇટર બન્યો છે. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે.
ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સંજના એક દેસી છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, જે મરી રહી છે. તેને કેન્સર છે. છોકરી જવાન છે, તેની જિંદગીમાં એક છોકરો જેનો રૉલ સુશાંત નિભાવી રહ્યો છે, આવે છે જે તેને જીવવા માટે પ્રેરિત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement