શોધખોળ કરો
'તાનાજી'ની તાબડતોડ કમાણી, અજય ફિલ્મ હવે આ મોટી સિદ્ધી મેળવવાની નજીક પહોંચી, જાણો વિગતે
બૉક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફિલ્મએ રવિવારે 16.36 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેથી ફિલ્મએ 166 કરોડ રૂપિયા કમાઇ લીધા છે

નવી દિલ્હીઃ અજય દેવગનની ફિલ્મ 'તાનાજી- ધ અનસંગ વૉરિયર' બૉક્સ ઓફિસ પર હાલ જબરદસ્ત ધમાલ મચાવી રહી છે. બૉક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફિલ્મએ રવિવારે 16.36 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેથી ફિલ્મએ 166 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.
તાબડતોડ કલેક્શન બાદ હવે અજયની ફિલ્મ વધુ એક સિદ્ધિ મેળવવાની નજીક પહોંચી છે, એટલે 'તાનાજી' બહુ જલ્દી 200 કરોડની ક્લબમાં સામેલ થઇ જશે. આ આંકડો પાર થયા બાદ અજયની આ બીજી ફિલ્મ બનશે જે 200 કરોડના ક્લબમાં સામેલ થઇ હોય.
આ પહેલા અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેને 205 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, 100 કરોડ ક્લબમાં સામેલ થયેલી અજયની આ 5મી ફિલ્મ છે. આ પહેલા દે દે પ્યાર દે, ટૉટલ ધમાલ, રેડ અને ગોલમાલ અગેન 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ચૂકી છે.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
