શોધખોળ કરો

ભારત vs INDIA ની ચર્ચાઓ વચ્ચે અક્ષય કુમારે પોતાની ફિલ્મનું બદલ્યુ, વીડિયોમાં જુઓ શું કર્યો ફેરફાર

બૉલીવુડ ખેલાડી અક્ષય કુમારે પોતાની ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ'નું નામ બદલીને હવે 'ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' કરી દીધું છે.

The Great Bharat Rescue: દેશભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારત vs INDIA ને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતમાં અત્યારે જી20 સમિટ યોજાઇ રહી છે, અને આ માટેની આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવતા વિવાદ થયો છે. જોકે, હવે આ વિવાદની વચ્ચે સ્ટાર એક્ટર અક્ષય કુમારે પોતાની ફિલ્મનું નામ બદલી નાંખ્યુ છે, ફિલ્મના નામમાં ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવ્યું છે. જાણો.

બૉલીવુડ ખેલાડી અક્ષય કુમારે પોતાની ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ'નું નામ બદલીને હવે 'ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' કરી દીધું છે. દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત રાખવાની ચર્ચા વચ્ચે આ મોટો ફેરફારે બધાને ચોંકાવ્યા છે. ખાસ વાત છે કે, અક્ષય પહેલા બિગ બી અમિતાભ બચ્ચને પણ પોતાના સોશ્યલ મીડિયા પર 'ભારત માતા કી જય' લખીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 

અક્ષય કુમારે આ ફિલ્મનું પહેલું ટીઝર પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યું છે. ટીઝરમાં તમે તેને માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલના અવતારમાં જોઈ શકો છો. આ સ્ટૉરી જસવંતના સંઘર્ષ અને તેની બહાદુરી પર આધારિત છે. વર્ષ 1989માં જસવંતે જમીનની નીચે 350 ફૂટ નીચે ફસાયેલા 65 માઇનર્સને બચાવ્યા હતા. આ ઘટના રાનીગંજમાં બની હતી, જેને મિશન રાનીગંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ આ ફિલ્મનું નામ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' હતું, પરંતુ હવે નવા વીડિયો સાથે અક્ષયે ફિલ્મનું નવું નામ 'ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' રિલીઝ કર્યું છે. ફિલ્મનું પહેલું ટીઝર 7 સપ્ટેમ્બર ગુરુવારે રિલીઝ થવા જઈ રહ્યું છે.

View this post on Instagram
 
A post shared by Akshay Kumar (@akshaykumar)

આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમારની આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોય. આ ફિલ્મની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી, પછી તેનું નામ 'કેપ્સ્યૂલ ગિલ' રાખવામાં આવ્યું. આ પછી તે 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' અને હવે 'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ઈન્ડિયા રેસ્ક્યૂ' બની ગયું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અક્ષય કુમારની આ ફિલ્મ દિવાળીના પ્રસંગે 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો

IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર

ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ

ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ

Embed widget