બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Kashmir Files, 200 કરોડ રૂપિયાની કરી કમાણી
બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કમાણી મામલે આ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે
બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કમાણી મામલે આ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત ધ કાશ્મીર ફાઇલ્સની જંગી કમાણી સામે અન્ય તમામ રિલીઝ થયેલી ફિલ્મો પાછળ રહી ગઇ છે. ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 200.13 કરોડ થઈ ગયું છે.
#TheKashmirFiles crosses ₹ 200 cr mark 🔥🔥🔥... Also crosses *lifetime biz* of #Sooryavanshi... Becomes HIGHEST GROSSING *HINDI* FILM [pandemic era]... [Week 2] Fri 19.15 cr, Sat 24.80 cr, Sun 26.20 cr, Mon 12.40 cr, Tue 10.25 cr, Wed 10.03 cr. Total: ₹ 200.13 cr. #India biz. pic.twitter.com/snBVBMcIpm
— taran adarsh (@taran_adarsh) March 24, 2022
કાશ્મીર ફાઈલ્સ 200 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા શેર કર્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીર ફાઇલ્સ 200 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. તે કોરોના મહામારી બાદ સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. બીજા સપ્તાહમાં ફિલ્મે શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80 કરોડ, રવિવારે 26.20 કરોડ, સોમવારે 12.40 કરોડ, મંગળવારે 10.25 કરોડ, બુધવારે 10.03 કરોડની કમાણી કરી હતી.
કાશ્મીર ફાઇલ્સની રેકોર્ડ બ્રેકિંગ કમાણી
કાશ્મીર ફાઇલ્સે બીજા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર કમાણી ચાલુ રાખી છે. ઓછા બજેટમાં બનેલી ધ કશ્મીર ફાઈલ્સની આ કમાણીએ બધાને ચોંકાવી દીધા છે. કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી કાશ્મીર ફાઈલ્સ જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. તેનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પુનીત ઇસ્સાર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.