શોધખોળ કરો

ટીકુ તલસાણિયાની તબિયત પર પરિવારનું પ્રથમ નિવેદન, પત્નીએ કહ્યું-'હાર્ટ એટેક નહીં, બ્રેન સ્ટ્રોક આવ્યો' 

ટીકુ તલસાણિયાના પત્ની દીપ્તિ તલસાનિયાએ ખુલાસો કર્યો છે કે અભિનેતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે.

Tiku Talsania Hospitalized: જાણીતા અભિનેતા ટીકુ તલસાણિયા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ હવે તેમના પરિવારે તેમની તબિયત વિશે વાત કરી છે. ટીકુ તલસાણિયાના પત્ની દીપ્તિ તલસાનિયાએ ખુલાસો કર્યો છે કે અભિનેતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે.

એનડીટીવી સાથે વાત કરતા દીપ્તિ તલસાનિયાએ ટીકુ તલસાણિયા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું- 'તેમને હાર્ટ એટેક નથી આવ્યો, પરંતુ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ એક ફિલ્મ સ્ક્રિનિંગમાં હાજરી આપવા ગયા હતા અને રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

ગઈકાલે રાત્રે સ્ક્રિનિંગ વખતે અભિનેતા રશ્મિ દેસાઈને મળ્યા હતા 

તમને જણાવી દઈએ કે ટીકુ તલસાણિયા ગઈકાલે રાત્રે એક ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. આ ઈવેન્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રશ્મિ દેસાઈ તેમને પગે લાગતી જોવા મળી રહી છે.  આ પછી બંને એકબીજા સાથે વાત કરતા અને કેમેરા માટે પોઝ આપતા જોવા મળે છે.  

ચાર દાયકા લાંબી કારકિર્દીમાં, ટીકુ તલસાણિયાએ 'એક સે બઢકર એક', 'હુકુમ મેરે આકા', 'ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ', 'પ્રીતમ પ્યારે ઔર વો' અને 'સાજન રે ઝૂઠ મત બોલો' જેવા કેટલાક શાનદાર ટીવી શોમાં કામ કર્યું છે. ફિલ્મોની વાત કરીએ તો, 'દિલ હૈ કી માનતા નહીં', 'બોલ રાધા બોલ', 'અંદાઝ અપના અપના', 'ઇશ્ક', 'દેવદાસ', 'પાર્ટનર', 'ધમાલ', 'સ્પેશિયલ 26', 'સર્કસ' તેમણે જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. ટીકુ છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' માં જોવા મળ્યા હતા. આમાં તેમની સાથે રાજકુમાર રાવ, તૃપ્તિ ડિમરી, મલ્લિકા શેરાવત, વિજય રાજ ​​અને અર્ચના પૂરણ સિંહ હતા.

ટીકુ તલસાણિયાએ ગુજરાતી નાટકમાં પણ કામ કર્યું છે 

1954માં જન્મેલા ટીકુ તલસાણિયાએ 1984માં ટીવી શો 'યે જો હૈ જિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. ટીવી અને ફિલ્મો ઉપરાંત, તેમણે ઘણા ગુજરાતી નાટકો પણ કર્યા છે. ટીકુના અંગત જીવનની વાત કરીએ તો, તેના લગ્ન દીપ્તિ સાથે થયા હતા. તેમને બે બાળકો છે.  એક પુત્ર રોહન તલસાણિયા જે એક સંગીતકાર છે. તેમની પુત્રી શિખા તલસાણિયા એક અભિનેત્રી છે અને તેણે વીરે દી વેડિંગમાં કામ કર્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget