શોધખોળ કરો

Friday Movies Release Live: 'દ્રશ્યમ 2'ને ટક્કર આપવા આવી રહી છે 'ભેડિયા', વિક્રમ ગોખલેની હાલત નાજૂક

Friday Movies Release Live:  ફિલ્મ ભેડિયા નવેમ્બરના છેલ્લા શુક્રવારે બોક્સ ઓફિસ પર રીલીઝ થઈ રહી છે. વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર હોરર-કોમેડી ફિલ્મ 'ભેડિયા' આજે બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ રહી છે.

Friday Movies Release Live Update: વરુણ ધવન અને કૃતિ સેનનની હોરર-કોમેડી ફિલ્મ 'ભેડિયા' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત, 'ભેડિયા'ની સીધી સ્પર્ધા 'દ્રશ્યમ 2' સાથે છે. અજય દેવગન સ્ટારર 'દ્રશ્યમ 2' એ તેના શરૂઆતના દિવસથી જ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું છે. 'દ્રશ્યમ 2'ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે દ્રશ્યમ 2ને ભેડિયા ફિલ્મ કેટલી ટક્કર આપશે. જો કે આ બધાની વચ્ચે ફિલ્મ 'ભેડિયા' પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

હોરર સાથે કોમેડીનું મિશ્રણ 

આગલા દિવસે ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ ફિલ્મનો પહેલો રિવ્યુ આપ્યો હતો. ઉમૈર સંધુએ ફિલ્મ વિશે લખ્યું છે, ભેડિયા એ રમૂજ અને ભયાનકતાનું અનોખું મિશ્રણ છે. જે તમને ખુબ જ પસંદ આવશે. બોક્સ ઓફિસ પર આ એન્ટરટેઇનર પાસે ચોક્કસપણે પ્રેક્ષકોની ફેન્સીને ગલીપચી કરવાની તક છે. જે તેમને અંત તરફ રોલર કોસ્ટરનો અનુભવ આપે છે. આ જ ફિલ્મના પ્રથમ રિવ્યુ બાદ દર્શકોમાં 'ભેડિયા'નો ક્રેઝ વધી ગયો છે.

વિક્રમ ગોખલેની હાલત ગંભીર

હિન્દી અને મરાઠી ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેની હાલતમાં કોઈ સુધારો થયો નથી. તેમના ફેમિલી ફ્રેન્ડે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કરી છે. કૌટુંબિક મિત્ર રાજેશ દામલેએ જણાવ્યું હતું કે, "વિક્રમ ગોખલેની હાલત ખૂબ જ નાજુક છે. ડૉક્ટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ગોખલે સારવાર દરમિયાન કોઈ પ્રતિસાદ આપી રહ્યા નથી. તેઓ છેલ્લા 24 કલાકથી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. "તેમના મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર છે. ડૉક્ટરે આ અંગે માહિતી આપી છે. તેઓ તેમનાથી બનતી મહેનત કરી રહ્યા છે. તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધાર જોવા મળી રહ્યો નથી. અમે તમને વધુ મેડિકલ અપડેટ્સ જણાવતા રહીશું. એક તરફ એવી પણ અફવા ઉડવા લાગી હતી કે તેમનું નિધન થઇ ગયું છે પરંતુ ત્યારબાદ વિક્રમ ગોખલેની દીકરીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે તેઓ જીવિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. હા તેમની તબિયતમાં કોઈ સુધાર જોવા મળી રહ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ

Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું

Embed widget