શોધખોળ કરો
Advertisement
સારા અલી ખાન સાથે ફાર્મહાઉસમાં સિગારેટ પીતો સુશાંત સિંહનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
સોશ્યલ મીડિયા પર અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં સારા અલી ખાન સુશાંત સિંહની સાથે સિગરેટ ફૂંકતી દેખાઇ રહી છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નશાને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે, નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. વળી, સોશ્યલ મીડિયા પર અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં સારા અલી ખાન સુશાંત સિંહની સાથે સિગરેટ ફૂંકતી દેખાઇ રહી છે.
ખાસ વાત છે કે સારા અને સુશાંતના આ વીડિયોની એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ. વીડિયો અનુસાર, સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન બાલકનીમાં દેખાઇ રહ્યાં છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયો સુશાંતના પાવના લેક ફાર્મહાઉસનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુશાંતના એક સ્ટાફે આ વીડિયોને બનાવ્યો છે. બન્ને કલાકાર અહીંથી ફિલ્મ કેદારનાથના પ્રમૉશન માટે નીકળ્યા હતા. ખાસ વાત છે કે એબીપી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યુ છે કે સારા અને સુશાંતનો આ વીડિયો ડિસેમ્બર 2018થી માર્ચ 2019 વચ્ચેનો છે. વીડિયોની વાત કરીએ તો સુશાંત અને સારા, બાલ્કનીમાં સ્મૉકિંગ કરતા દેખાઇ રહ્યાં છે. બન્નેના હાથમાં સિગારેટ છે. સારા વાત કરતા બાલ્કલનીના કિનારે બેસી છે. જ્યારે ત્યાં સુશાંત સિંહ રાજપૂત ઉભો છે. વીડિયો સામે આવ્યા બાદ સારાની મુશ્કેલીઓ વધી શકે છે.
નોંધનીય છે કે આ પહેલા રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતનો આવો જ એક વીડિયો બહાર આવ્યો હતો. આમાં પણ બન્ને કલાકાર સ્મૉકિંગ કરતા દેખાઇ રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement