Vikram Vedha Trailer Release: સૈફ-રીતિકની ધમાકેદાર એક્શન, ફેન્સે કહ્યુ- 'હવે આવી બ્લૉકબસ્ટર'
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને રીતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
Vikram Vedha Trailer Release: સૈફ-રીતિકની ધમાકેદાર એક્શન, ફેન્સે કહ્યુ- 'હવે આવી બ્લૉકબસ્ટર' : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને રીતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિક્રમ વેધાના ટ્રેલરની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટ્રેલરમાં સૈફ અલી ખાન અને રીતિક રોશનની એક્શન, ડ્રામા અને સસ્પેન્સ ફિલ્મની એક ઝલક જોવા મળી રહી છે.
તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ સુપર ડુપર હિટ રહી હતી. હવે જે રીતે તેના હિન્દી વર્ઝનના ટ્રેલરને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. તેણે ફિલ્મની સફળતા તરફ ઈશારો કર્યો હતો. ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર રિએક્શન મળી રહ્યું છે. તેમાં ટોપ લેવલની એક્શન, જબરદસ્ત ડાયલોગ, રોમાંચનો સંપૂર્ણ ડોઝ છે.
What you choose, defines YOU! #VikramVedhaTrailer out now. https://t.co/gPbHy3vCQG
— Hrithik Roshan (@iHrithik) September 8, 2022
Book your Movie Voucher now on BookMyShow: https://t.co/QRoJXhbpoJ#VikramVedha releases worldwide in cinemas on 30th September 2022.#SaifAliKhan @PushkarGayatri pic.twitter.com/aLPNqdOsMb
રીતિકને ગ્રે શેડના રોલમાં જોવા માટે ચાહકો આતુર છે. ફિલ્મમાં પોલીસ ઓફિસર વિક્રમ (સૈફ અલી ખાન) એક ખતરનાક ગેંગસ્ટર વેધા (રિતિક રોશન)ને શોધી કાઢવા અને તેનો પીછો કરવા નીકળે છે. યુઝર્સ વિક્રમ વેધાને 2022ની સૌથી મોટી બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. લોકોને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખૂબ પસંદ પડી રહ્યું છે.
તેઓ સૈફના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન અને ડેશિંગ લુકના વખાણ કરતા થાકતા નથી. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ વિક્રમ વેધામાં સૈફ અને રીતિકને સામસામે જોવાનો છે. લોકોને સારી અને ખરાબ વચ્ચેની લડાઈ રસપ્રદ લાગે છે. રીતિક અને સૈફના ફેન્સ માટે આ ફિલ્મ એક મોટી ભેટ બની રહી છે. રીતિક આ ફિલ્મથી 3 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમાં રાધિકા આપ્ટે, રોહિત શર્ફ, શારીબ હાશ્મી, યોગિતા બિહાની પણ મહત્વના રોલમાં જોવા મળશે.