દિલ્હીમાં Tiger 3 ફિલ્મના શૂટિંગમાંથી સામે આવ્યો સલમાન અને કેટરીનાનો લૂક, વાયરલ થઇ આ તસવીર
સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3નુ શૂટિંગ હાલમાં દિલ્હી અને નોઇડામાં જુદાજુદા સ્થળોએ ચાલી રહ્યું છે, આને આગામી 15 દિવસ સુધી ફિલ્મનુ શૂટિંગ ચાલવાનુ છે.
નવી દિલ્હીઃ સલમાન ખાન હવે બૉક્સ ઓફિસ પર પોતાની ખાસ ફિલ્મ લઇને આવી રહ્યો છે, તાજેતરમાં જ તે પોતાની અપકમિંગ ફિલ્મ ટાઇગર 3ને લઇને ચર્ચામાં છે, હવે તેનો લૂક પણ વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર પર હાલમાં એક તસવીર વાયરલ થઇ રહી છે, જે ટાઇગર 3ના સેટ પરથી હોવાનુ લોકો કહી રહ્યાં છે, આના પરથી માની શકાય છે કે ફિલ્મમાં બન્ને કાસ્ટનો લૂક વાયરલ થઇ ગયો છો. ટાઇગર 3માં સલમાન ફરી એકવાર કેટરીના સાથે જોડી જમાવતો દેખાશે.
સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3નુ શૂટિંગ હાલમાં દિલ્હી અને નોઇડામાં જુદાજુદા સ્થળોએ ચાલી રહ્યું છે, આને આગામી 15 દિવસ સુધી ફિલ્મનુ શૂટિંગ ચાલવાનુ છે. બન્ને એક્ટર સલમાન ખાન અને કેટરીના કૈફ ‘ટાઈગર 3’ના શૂટિંગ માટે દિલ્હી પહોંચી ગયા છે. અભિનેત્રીએ દિલ્હીની સવાર સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી. આ તસવીર પરથી એક્ટરનો લૂક જાહેર થયો હોવાનુ મનાઇ રહ્યું છે.
કેટરીનાએ શેર કરી તસવીર
એક્ટ્રેસ કેટરિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સફેદ અને કાળા રંગની લાઇનિંગ ટી-શર્ટ પહેરીને એક તસવીર શેર કરી છે. આમાં તેના વાળ ખુલ્લી હવામાં લહેરાતા જોવા મળી રહ્યા છે. જયારે સલમાન ખાન બ્રાઉન જેકેટ અને બ્લેક ટી-શર્ટ-જીન્સમાં સેટ પર પ્રવેશતો જોવા મળ્યો હતો. અભિનેતાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
15 દિવસ દિલ્હી અને નોઇડામાં ચાલશે શૂટિંગ
રિપોર્ટ્સ છે કે, સલમાનની ફિલ્મ ટાઇગર 3નુ શૂટિંગ દિલ્હી અને નોઈડાના વિવિધ સ્થળોએ થઇ રહ્યું છે, અને સલમાન અને કેટરિના કૈફના આ શેડ્યૂલના શૂટિંગની સાથે જ ફિલ્મનું શૂટિંગ પુરુ થઇ જશે, આ 15 દિવસનું શેડ્યૂલ છે. જેમાં ફોકસ ફિલ્મના ચેઝ સિક્વન્સ પર રહેશે. સલમાન આ ‘ટાઈગર 3’નું શૂટિંગ લાલ કિલ્લા પાસે કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં જોવા મળશે.
View this post on Instagram
--- ---
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ