![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ
કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 30,615 નવા કેસો નોંધાયા છે. જે પછી દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 3,70,240 થઇ ગઇ છે
![દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ Covid-19 : corona cases increased again in three big state maharashtra, rajasthan and delhi દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/17/1d43bfa48cf0e93c0965ce5bc5690a76_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covid-19: દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ચિંતાજનક સમાચાર ફરીથી સામે આવી રહ્યાં છે, કેમ કે ફરીથી કોરોના વાયરસના (Coronavirus) કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 30,615 નવા કેસો નોંધાયા છે. જે પછી દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 3,70,240 થઇ ગઇ છે. જાણો શું છે કોરોનાની હાલની સ્થિતિ.............
દેશના ત્રણ રાજ્યોમાં કોરોનાનો ફરીથી ઉછાળો-
મહારાષ્ટ્ર -
મહારાષ્ટ્રમાં કોરોના (Corona)ના કેસોમાં વધારો થયો છે. અહીં સોમવાની સરખામણીમાં મંગળવારે વધુ કેસો જોવા મળ્યા છે. મંગળવારે રાજ્યમાં સંક્રમણના 2 હજાર 831 નવા કેસો નોંધાયા છે. આ સમય દરમિયાન 35 લોકોના મોત પણ થયા છે. વળી 8 હજાર 695 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે સોમવારની વાત કરીએ તો ત્યારે 1 હજાર 966 કેસો નોંધાયા હતા.
દિલ્હી -
રાષ્ટ્રીય રાજધાન દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. અહીં મંગળવારે 756 નવા કેસો નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 5 લોકોના મોત પણ થયા છે. વળી, સોમવારે દિલ્હીમાં સંક્રમણના 586 નવા કેસો નોંધાયા હતા, અને 04 લોકોના મોત થયા હતા.
રાજસ્થાન -
રાજસ્થાનની વાત કરીએ તો અહીં પણ સંક્રમણમાં ફરીથી વધારો નોંધાયો છે. મંગળવારે, 15 ફેબ્રુઆરીએ અહીં કોરોનાના 1 હજાર 387 નવા કેસો મળ્યા છે. આ સમયગાળા દરમિયાન 12 લોકોના મોત થયા છે અને 2 હજાર 381 લોકો સ્વસ્થ પણ થયા છે. વળી, મંગળવારની સરખામણીમાં સોમવારે રાજ્યમાં 1 હજાર 102 નવા કેસો મળ્યા હતા અને 6 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)