(Source: ECI/ABP News/ABP Majha)
Road Transport New Rules: 4 વર્ષ સુધીના બાળકને બાઇક પર લઇને નીકળતા પહેલા વિચારજો, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
Road Transport New Rules: ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા બાળકો માટે માર્ગ સલામતી માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
Road Transport New Rules: ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા બાળકો માટે માર્ગ સલામતી માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, 9 મહિનાથી ચાર વર્ષ સુધીના બાળકોએ બાઇક પર મુસાફરી કરવા માટે નવા નિયમોનું પાલન કરવું પડશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમને દંડ ચૂકવવો પડી શકે છે. આ નવો નિયમ 15 ફેબ્રુઆરી, 2023થી લાગુ પડશે.
આ નિયમ 4 વર્ષ સુધીના બાળક માટે છે
રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ નિયમો બાળકોના મોટરસાઈકલ પર મુસાફરી કરતી વખતે લાગુ થશે. 9 મહિનાથી 4 વર્ષ સુધીના બાળકોએ બાઇક પર મુસાફરી કરતી વખતે સેફ્ટી હાર્નેસ પહેરવું જરૂરી રહેશે.
બાળકોના કદની હેલ્મેટ જરૂરી છે
આ સિવાય બાઈક પર મુસાફરી કરતી વખતે બાળકોએ પણ તેમની સાઈઝનું હેલ્મેટ પહેરવું પડશે. આ નિયમ લાગુ થયા બાદ હેલ્મેટ અને સેફ્ટી ગિયર બનાવતી કંપનીઓને ફાયદો થશે. બાળકો સાથે બાઇક પર મુસાફરી કરતી વખતે મહત્તમ ઝડપ 40 કિમી/કલાકથી વધુ ન હોવી જોઈએ.