ઉદ્વવ ઠાકરેએ સીએમ આવાસ છોડ્યુ, તો ફિલ્મ મેકરે કર્યો કટાક્ષ, કહ્યું- અબ હમ દેખેંગે, સબ તાજ ઉછાલે જાએંગે......
મહારાષ્ટ્ર સીએમ ઉદ્વવ ઠાકરે પર કરવામાં આવેલા કટાક્ષ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે, એક યૂઝરે લખ્યુ- વિવેકજી તમે ધ કાશ્મીર ફાઇલ્સની જેમ મહારાષ્ટ્ર ફાઇલ્સ પણ બનાવો.
Maharashtra Politics: મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઇ છે, સત્તાધારી પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ શિન્દે (Eknath Shinde)ની સાથે અન્ય ધારાસભ્યોના બળવાખોરી બાદ રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી ખસતી દેખાઇ રહી છે, જે અંતર્ગત ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) એ બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી આવાસને પણ છોડી દીધુ છે. હવે ઉદ્વવ ઠાકરેને સીએમ આવાસ ખાલી કરાવવા પર જાણીતી ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ કટાક્ષ કરતા એક ખાસ ટ્વીટ કર્યુ છે. જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.
ફિલ્મ મેકરે કહ્યું - સબ તાજ ઉછાલે જાએંગે -
વર્ષ 2022ની સૌથી ચર્ચિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી મહારાષ્ટ્રમાં મચી રહેલી ધમાલ વચ્ચે લગભગ દેખાયા છે. વિવેક અગ્નિહોત્રીએ શિવસેના અને ઉદ્વવ ઠાકેર પર જોરદાર કટાક્ષ કર્યો છે.
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટમાં લખ્યું -સબ તાજ ઉછાલે જાએંગે, સબ તખ્ત ગિરાએ જાએંગે, હમ સબ દેખેંગે.. આની સાથે જ વિવેક અગ્નિહોત્રીએ સમચાર એજન્સી એએનઆઇના તે ટ્વીટ વીડિયોને શેર કર્યો, જેમાં ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્ર સીએમ આવાસ ખાલી કરતા દેખાઇ રહ્યાં છે.
सब ताज उछाले जाएँगे
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 23, 2022
सब तख़्त गिराए जाएँगे
हम देखेंगे। https://t.co/EVQ0MNxia2
ફેન્સે પણ આપ્યા રિએક્શન્સ -
મહારાષ્ટ્ર સીએમ ઉદ્વવ ઠાકરે પર કરવામાં આવેલા કટાક્ષ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે, એક યૂઝરે લખ્યુ- વિવેકજી તમે ધ કાશ્મીર ફાઇલ્સની જેમ મહારાષ્ટ્ર ફાઇલ્સ પણ બનાવો. બીજાએ લખ્યું- હજુ પાડો કોઇ મહિલાનુ મકાન, બધા હિસાબ કિતાબ અહીં જ થવાના છે.
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન