Aishwarya Raiથી જોડાયેલા પ્રશ્નનો Vivek Oberoiએ જવાબ આપવાનો કર્યો ઇનકાર, કહ્યું આ બધુ ખતમ..
Vivek Oberoi: 'શૂટઆઉટ એટ લોખંડવાલા'માં 'માયા ભાઈ'ના રોલને અમર બનાવનાર પ્રખ્યાત અભિનેતા વિવેક ઓબેરોયને તેમના તાજેતરના ઈન્ટરવ્યુમાં તેમની લવ લાઈફ સાથે સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
![Aishwarya Raiથી જોડાયેલા પ્રશ્નનો Vivek Oberoiએ જવાબ આપવાનો કર્યો ઇનકાર, કહ્યું આ બધુ ખતમ.. Vivek Oberoi refuses to speak about his past relationship with Aishwarya Raiથી જોડાયેલા પ્રશ્નનો Vivek Oberoiએ જવાબ આપવાનો કર્યો ઇનકાર, કહ્યું આ બધુ ખતમ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/15/f54022e2c7c50513763359e3d2dd795f167107737337481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vivek Oberoi Interview: 'શૂટઆઉટ એટ લોખંડવાલા'માં 'માયા ભાઈ'ના રોલને અમર બનાવનાર પ્રખ્યાત અભિનેતા વિવેક ઓબેરોયને તેમના તાજેતરના ઈન્ટરવ્યુમાં તેમની લવ લાઈફ સાથે સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
'ક્રિશ 3'ની 'કાલ' અને 'શૂટઆઉટ એટ લોખંડવાલા'ની 'માયા'થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરનાર પ્રખ્યાત અભિનેતા વિવેક ઓબેરોય જે પોતાની ફિલ્મો કરતાં લવ લાઈફને લીધે વધુ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે તાજેતરના એક ઇંટરવ્યૂમાં ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો
ઐશ્વર્યા રાય બચ્ચનના પ્રશ્ન પર વિવેક ઓબેરોય મૌન ધારણ કર્યું
વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાય થોડા સમય માટે ડેટ કરી ચુક્યા છે અને આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને ઐશ્વર્યા રાય વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો કે કે એવું નથી કે હું આ વિશે વાત કરીશ કેમ કે આ બધુ ખતમ થઈ ગયું છે. ઈન્ટરવ્યુમાં એવી આશા હતી કે કદાચ તે પોતાની લવ લાઈફ વિશે વાત કરશે પરંતુ વિવેક પોતાની સ્ટાઈલમાં આ વિષયમાંથી છટકી ગયો.
અભિનેતાએ યુવાનોને આપી સલાહ
પોતાની વાત ચાલુ રાખતા વિવેક ઓબેરોયે યુવાનોને પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે 'તમે ફક્ત તમારા કામ પર પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કરો અને તમારા કામને 100 ટકા આપો, પછી તમે જોશો કે જો કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહી. સાથે જ કોઈ ખોટ આપી શકશે નહી કેમ કે તમારી કારકિર્દી તમારા માટે પ્રથમ હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોય હજુ પણ બોલિવૂડમાં ખૂબ જ એક્ટિવ છે અને આ સાથે તે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે અને વિવેક ઓબેરોય પોતાની આવનારી ફિલ્મોના પ્રમોશનમાં વ્યસ્ત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)