Priyanka Chopraની મોસ્ટ અવેટેડ 'સિટાડેલ' ક્યારે અને ક્યાં રિલીઝ થશે? પહેલા સ્ટોરી જાણો પછી જુઓ
Citadel Release Date: પ્રિયંકા ચોપરાની મોસ્ટ અવેઇટેડ સિરિઝ 'સિટાડેલ' ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ એક્શન-થ્રિલર સિરીઝને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
Priyanka Chopra Citadel Release Date: ચાહકો સ્પાય થ્રિલર સિરિઝ 'સિટાડેલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોના લીડ સ્ટાર્સ પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન આ સિરીઝને જોરશોરથી પ્રમોટ કરી રહ્યા છે. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ સાથે તમને જણાવી દઈએ કે પ્રાઈમ વીડિયો પર બનેલી આ સીરિઝ અત્યાર સુધીની બીજી સૌથી મોંઘી સિરીઝ બની ગઈ છે. શોનું કથિત બજેટ અંદાજે $300 મિલિયન છે.
View this post on Instagram
'સિટાડેલ' ક્યારે રિલીઝ થશે ?
'સિટાડેલ'ના પ્રથમ બે એપિસોડ 28 એપ્રિલ 2023ના રોજ પ્રીમિયર થશે. ફિનાલે 26 મેના રોજ સુનિશ્ચિત થયેલ છે અને પ્રીમિયર પછી નવા એપિસોડ્સ સાપ્તાહિક રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સ્પાય સિરીઝની પ્રથમ સિઝનમાં 6 એપિસોડ હશે.
View this post on Instagram
'સિટાડેલ' સ્ટાર કાસ્ટ
'સિટાડેલ'માં પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન નાદિયા સિંહ અને મેસન કેનની ભૂમિકામાં છે. ABCના હિટ શો ક્વોન્ટિકોમાં પ્રિયંકાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. રિચાર્ડ મેડન માર્વેલની ઈટર્નલ્સમાં ઈકારિસની ભૂમિકા માટે પ્રખ્યાત છે. પ્રિયંકા અને રિચર્ડ સિવાય સ્ટેનલી ટુચી શોમાં બર્નાર્ડ ઓર્લિકની ભૂમિકામાં સિટાડેલમાં દેખાશે. બાકીના સ્ટાર્સ ડાહલિયા આર્ચર તરીકે લેસ્લી મેનવિલે, કાર્ટર સ્પેન્સ તરીકે ઓસી ઇખિલે, હેન્ડ્રીક્સ કોનરોય તરીકે કાઓલિન સ્પ્રિંગેલ, એબી કોનરોય તરીકે એશ્લે કમિંગ્સ અને એન્ડર્સ સિલ્જે તરીકે રોલેન્ડ મોલર જોવા મળશે.
'સિટાડેલ'નો પ્લોટ શું છે?
'સિટાડેલ'ની ડિટેલ્સમાં લખવામાં આવ્યું છે કે "આઠ વર્ષ પહેલાં એક સ્વતંત્ર વૈશ્વિક જાસૂસી સંસ્થા સિટાડેલ એક નવી સિન્ડિકેટ મેન્ટીકોર દ્વારા નાશ પામી હતી. તેમની યાદો ભૂંસી નાખવા સાથે ચુનંદા એજન્ટો મેસન કેન (રિચર્ડ મેડન) અને નાદિયા સિંઘ (પ્રિયંકા ચોપરા જોનાસ) સદનસીબે તેમનો જીવ બચાવીને ભાગી જાય છે. આઠ વર્ષ પછી મેસનના ભૂતપૂર્વ સાથીદાર બર્નાર્ડ ઓર્લિક (સ્ટેનલી તુચી) મેન્ટીકોરને નવી દુનિયાની સ્થાપના કરતા રોકવામાં તેમની મદદ માંગે છે.