શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવી આ એક્ટ્રેસ, સારવાર માટે ડૉનેટ કર્યુ પોતાનું બ્લડ પ્લાઝ્મા
ઝોયાએ લખ્યું મને અહીંથી એક પ્રમાણપત્ર આપ્યુ અને 500 રૂપિયા પણ આપ્યા. હું દેશના ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરુ છું
મુંબઇઃ કોરોના દર્દીઓની મદદ માટે પ્રૉડ્યૂસર કરીમ મોરાનીની દીકરી અને એક્ટ્રેસ આગળ આવી છે. એક્ટ્રેસ ઝોયા મોરાનીએ કૉવિડ-19ની પ્લાઝ્મા થેરાપીના ટ્રાયલ માટે પોતાનું બ્લડ ડૉનેટ કર્યુ છે. આ વાતની જાણકારી તેને સોશ્યલ મીડિયા પર આપી હતી.
એક્ટ્રેસ ઝોયા મોરાની હમણાં જ કોરોનાને માત આપીને ઠીક થઇ છે, પિતા કરિમ મોરાની અને બહેન શાઝા મોરાની પણ કોરોના પૉઝિટીવ હતા, હાલમાં ત્રણેય ઠીક થઇ ચૂક્યા છે. ઝોયા મોરાનીને એપ્રિલમાં ક્વૉરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવી હતી, તેને હવે કોરોનાને માત આપી ચૂકેલા લોકોને પ્લાઝ્મા ડૉનેટ કરવાની અપીલ કરી છે.
ઝોયા મોરાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- પ્લાઝ્મા થેરાપી ટેસ્ટ માટે આજે નાયર હૉસ્પીટલમાં બ્લડ ડૉનેટ કર્યું. આ દિલચસ્પ હતુ, હું આશા રાખીશ કે આ આશાનુ કિરણ બને.... ત્યાં હાજર રહેલુ ફોર્સ ખુબ જ ઉત્સાહિત હતુ, અને બધા ઉપકરણ નવા અને સુરક્ષિત હતા. સાથે તેને દર્દીઓને જલ્દી સાજા થવાની પ્રાર્થના પણ કરી હતી.
ઝોયાએ આગળ લખ્યું- કૉવિડ-19થી ઠીક થઇ ચૂકેલા બધા લોકો આ ટેસ્ટનો ભાગ બની શકે છે, જેથી કોરોના વાયરસ સંક્રમિત લોકોને ઠીક થવામાં મદદ કરી શકાય. મને આશા છે કે આ સફળ થશે.
ઝોયાએ લખ્યું મને અહીંથી એક પ્રમાણપત્ર આપ્યુ અને 500 રૂપિયા પણ આપ્યા. હું દેશના ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion