શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પની રોજ પૂજા કરે છે આ વ્યક્તિ, હવે મોદી સરકારને કરી આ મોટી અપીલ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસ પર છે. આ દરમિયાન ટ્રમ્પ દિલ્હી, અમદાવાદ અને આગ્રાનો પ્રવાસ કરશે.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે ભારત પ્રવાસ આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 2 દિવસના પ્રવાસ પર 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. ત્યારે હવે ટ્રમ્પના એક પ્રશંસકે પીએમ મોદીને અમેરિકન રાષ્ટ્રપતિને મળવાની અપીલ કરી છે.
તેલંગાણાના કોન્નય ગામના નિવાસી બુસા ક્રિષ્ના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પ્રશંસક છે. બુસા ટ્રમ્પની પૂજા પણ કરે છે અને તેની તસવીર પોતાની સાથે રાખે છે. ઉપરાંત બુસાએ ટ્રમ્પની મૂર્તિ પણ બનાવી રાખી છે. હવે બુસાઈ કેન્દ્ર સરકારને ટ્રમ્પ સાથે મુલાકાત કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ટ્રમ્પને મળવાને લઈને બુસાએ કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે ભારત-અમેરિકાના સંબંધ મજબૂત બને. દર શુક્રવારે હું ટ્રમ્પની લાંબી ઉંમર માટે વ્રત રાખું છું. હું મારી પાસે ટ્રમ્પની તસવીર રાખુ છું અને કંઈપણ કામ હોય તો શરૂઆત કરતા પહેલા ટ્રમ્પની પૂજા કરુ છું. મારી ઇચ્છા તેમને મળવાની છે. મારી સરકારને અપીલ છે કે તે ટ્રમ્પની સાથે મુલાકાતના મારા સપનાને હકીકત બનાવે.’
બુસાએ કહ્યું કે, ‘તે મારા માટે ભગવાનની જેમ છે. આ જ કારણ છે કે મેં એક પ્રતિમાની સ્થાપના કરી હતી. ટ્રમ્પની હું રોજ ભગવાન તરીકે પૂજા કરું છું. ટ્રમ્પની પ્રતિમાના નિર્માણમાં એક મહિનો અને 15 દિવસનો સમય લાગ્યો. હું તેમને મળવા માગુ છું, માટે હું સરકારને વિનંદી કરું છું કે મારું સપનું સાચું થાય.’
Bussa Krishna, a fan of U.S. President Donald Trump, offers prayers to a statue of Trump at his house in Konney village in the southern state of Telangana, India, February 14, 2020. Picture taken February 14, 2020. REUTERS/Vinod Babu - RC2C2F9KBZRH
જ્યારે બુસાના મિત્ર રમેશ રેડ્ડીએ કહ્યું કે, ‘તેનુ નામ બુસા ક્રિષ્ના હતું, જ્યારે તેણે ટ્રમ્પની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું તો ગ્રામજનો તેને ટ્રમ્પ ક્રિષ્ના કહીને બોલાવતા હતા. બુસાના ઘરને અહીં ટ્રમ્પ હાઉસ તરીકે ઓળખાય છે. ગામમાં લોકોએ ક્યારેય તેને લઈને કોઈ વિરોધ નથી કર્યો અને લોકો તેના વખાણ કરે છે.’
જણાવીએ કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસ પર છે. આ દરમિયાન ટ્રમ્પ દિલ્હી, અમદાવાદ અને આગ્રાનો પ્રવાસ કરશે. અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સંબોધન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion