શોધખોળ કરો
હવે થિયેટરમાં ફિલ્મ જોતી વખતે આ કામ કર્યું તો થઈ શકે છે 3 વર્ષની જેલ
1/3

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. ફિલ્મોની પાયરેસી રોકવા માટે મોદી સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. પાઇરસી અને કોપીરાઈટના વધતા જતા ઉલ્લંઘનને રોકવા માટે આ સુધારો લાવવામાં આવ્યો છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે માહિતી અને પ્રસારણ મંત્રાલયે મોકલેલા પ્રસ્તાવને મંજૂરી આપતાં આ સુધારાની માહિતી આપી.
2/3

મુંબઈઃ ફિલ્મોની પાયરેસી રોકવા માટે કેબિનેટે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર બાદ હવે સિનેમાઘરોમાં ફિલ્મો રેકોર્ડ કરવા કે ઇન્ટરનેટ પર અપલોડ કરવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત આરોપીને ત્રણ વર્ષ સુધી જેલ પણ થઈ શકે છે. બોલિવૂડ સેલેબ્સે આ નિર્ણયને આવકાર્યો છે.
Published at : 09 Feb 2019 07:58 AM (IST)
View More





















