Chhaava Box Office Collection Day 37: છઠ્ઠા શનિવારે 'છાવા'નો દબદબો વધ્યો, 600 કરોડની પાર થઇ કમાણી
Chhaava Box Office Collection Day 37: બોક્સ ઓફિસ પર વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'છાવા'નો દબોદબો યથાવત છે. બે ફિલ્મોના સાથે કાંટાની ટક્કર છતાં છઠ્ઠા શનિવારે ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે.

Chhaava Box Office Collection Day 37: બોક્સ ઓફિસ પર 'છાવા'એ ધૂમ મચાવી છે.આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થયાને 37 દિવસ થઈ ગયા છે અને તે હજુ પણ સિનેમાઘરોમાં પોતાનો દબદબો જાળવી રહી છે. જ્યારે ફિલ્મ કામકાજના દિવસોમાં દરરોજ 2-2.5 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે, ત્યારે સપ્તાહના અંતે આ આંકડો 4 કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યો છે.
વિકી કૌશલની 'છાવા'એ પહેલા સપ્તાહમાં 225.28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે બીજા સપ્તાહમાં 186.18 કરોડ રૂપિયા અને ત્રીજા સપ્તાહમાં 84.94 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ ચોથા સપ્તાહમાં 43.98 કરોડ અને પાંચમા સપ્તાહમાં 31.02 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. છઠ્ઠા સપ્તાહની શરૂઆતના 36માં દિવસે પણ 'છાવા'એ 2.12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 587.93 કરોડ રૂપિયા થઈ ગયું હતું.
હવે 'છાવા' 600 કરોડથી આટલી દૂર છે
'છાવા'ને ફરી એકવાર 37માં દિવસે વીકએન્ડનો લાભ મળ્યો છે અને તેની કમાણી વધી છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, વિકી કૌશલની ફિલ્મે 37માં દિવસે 3.70 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો છે. એટલે કે હવે 37 દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 591.63 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે 'છાવા' હવે રૂ. 600 કરોડની ક્લબમાં પ્રવેશવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.
જો ફિલ્મનું કલેક્શન આમ જ રહેશે, તો તે 'સ્ત્રી 2' (597.99 કરોડ)ને વટાવી જશે અને ભારતની 7મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જશે.
'છાવા' નીબે ફિલ્મો સાથે ટ્કકર
'છાવા' સિવાય જ્હોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' પણ સ્ક્રીન પર છે. જે 14 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ સિવાય 'તુમકો મેરી કસમ' પણ 21મી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ખાસ વાત એ છે કે બે ફિલ્મોના ટક્કર છતાં છતાં 'છાવા'ની ગતિ બોક્સ ઓફિસ પર ધીમી પડતી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
