શોધખોળ કરો
દેશમાં આવતીકાલથી ખૂલશે મલ્ટિપ્લેક્સ, જાણો કઈ કઈ ફિલ્મો બતાવાશે અને કયા નિયમોનું કરવું પડશે પાલન
બોલિવૂડ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે બુધવાર સવારવે ટ્વિટ કરીને લખ્યું, આ સપ્તાહથી સિનેમાના દરવાજા ફરીથી ખૂલી રહ્યા છે.

નવી દિલ્હીઃ છ મહિનાના લાંબાગાળા બાદ આવતીકાલથી મલ્ટિપ્લેક્સ ખૂલશે. જોકે તેમાં નવી ફિલ્મો નહીં બતાવવામાં આવે, પરંતુ જૂની ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની 2018માં આવેલી કેદારનાથ, અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની તાનાજી, આયુષ્માન ખુરાનાન અને જિતેન્દ્ર કુમારની શુભ મંગલ જ્યાદા સાવધાન, તાપસી પન્નુ અભિનિત થપ્પડ, દિશા પટની, આદિત્ય રોય કપૂર, કુલાણ ખેમુ અને અનિલ કપૂરની મલંગ, ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની વોર સામેલ છે. બોલિવૂડ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે બુધવાર સવારવે ટ્વિટ કરીને લખ્યું, આ સપ્તાહથી સિનેમાના દરવાજા ફરીથી ખૂલી રહ્યા છે. હિન્દી ફિલ્મોના આ સપ્તાહના શિડ્યૂલની સત્તાવાર જાહેરાત થઈ છે. તાનાજી, શુભ મંગલ જ્યાદા સાવધાન, મલંગ, કેદારનાથ અને થપ્પડ. આગામી દિવસોમાં વધારે ફિલ્મો શિડ્યૂલ કરવામાં આવશે. કેવા નિયમોનું પાલન કરવું પડશે ? - સિનેમાં હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવુ પડશે. - શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. - કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે. - થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે - કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે - 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય - એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે. - ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે. - બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે. - કન્ટેનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.
વધુ વાંચો





















