Subi Suresh Death:અભિનેત્રી સુબી સુરેશનું લાંબી માંદગી બાદ નિધન, 41 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Subi Suresh Death: 41 વર્ષીય કોમેડિયન અને પ્રખ્યાત ટીવી હોસ્ટ સુબી સુરેશ બુધવારે દુનિયાને અલવિદા કહી દીધું. સુબી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું.
Subi Suresh Death: મલયાલમ કોમેડી અભિનેત્રી અને પ્રખ્યાત ટીવી હોસ્ટ સુબી સુરેશનું બુધવારે, 22 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેણી 41 વર્ષની હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો સુબી લિવર સંબંધિત બિમારીથી પીડાતી હતી. બુધવારે સવારે કોચીની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. સુબી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું. જેણે તમામ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
મલયાલમ અભિનેત્રી સુબી સુરેશનું નિધન
સુબી સુરેશે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પોતાની સફર શરૂ કરી હતી. તેણે પોતાના કોમેડી શો 'સિનેમાલા'થી હેડલાઈન્સ બનાવી હતી. તેણે ટીવી શોમાં અનેક પ્રકારના રોલ કર્યા, જેણે લોકોના દિલ જીતી લીધા. તે બાળકોના શો 'કુટ્ટી પટ્ટલમ'માં પણ જોવા મળી હતી. તેમની લોકપ્રિયતાને કારણે તેને મલયાલમ ફિલ્મોમાં કેટલીક ભૂમિકાઓ મળી. તે 'હેપ્પી હસબન્ડ્સ' અને 'કંકનસિંહાસનમ' જેવી ફિલ્મોમાં કોમેડી ભૂમિકાઓ માટે પણ જાણીતી છે.
Subi Suresh?? unbelievable 😔
— witch 🪄 (@omgthatwitch) February 22, 2023
સ્ટાર્સે વ્યક્ત કર્યું દુઃખ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોમેડિયન હરિશ્રી અશોકને કહ્યું, 'મને ક્યારેય ખબર નહોતી કે તે આ બીમારીથી પીડિત છે. મને કહેવામાં આવ્યું હતું કે ફક્ત બે જ અઠવાડિયામાં તબિયત ખરાબ થઈ ગઈ.તે એક બબલી વ્યક્તિત્વ હતી અને તેની સહજતા માટે જાણીતી હતી. એક મહાન વ્યક્તિત્વ હવે જતું રહ્યું.
literally grew up watching her comedy shows and comic roles in movies
— 🌛 (@teekhijalebi) February 22, 2023
one headstrong of a woman who made herself a place in comedy field mainly dominated by males in early 2000s
rip subi, gone way too soon 🕊️
she was just 41 :( #subisuresh pic.twitter.com/oI0jGgKRv2
RIP Subi Suresh.
— Catalaya (@DanceOf_Light) February 22, 2023
Damn. 🙁 pic.twitter.com/Q1OCyzI3ok
છેલ્લા 15 દિવસથી તબિયત વધુ લથડી હતી
કોમેડિયન અને એક્ટર રમેશ પિશારોદીએ જણાવ્યું કે, 'તેની છેલ્લા 15 દિવસથી તબિયત સારી નહોતી. અમે ડોનર મેળવવાની કોશિશ કરી પરંતુ તે બન્યું નહીં. કોમેડી ક્ષેત્રે તે એકમાત્ર મહિલા યોદ્ધા હતી. તેણે પોતાના પરિવારની સંભાળ રાખવા માટે 20 વર્ષ સુધી સંઘર્ષ કર્યો.
Absolutely shocked by the sudden demise of Subi Suresh. 😥
— Sebin Joseph (@Sebin_Joseph_77) February 22, 2023
Popular TV anchor & malayalm actress Subi Suresh passed away.!!🌹🌹
She was undergoing treatment at a hospital in Kochi for liver disease. pic.twitter.com/QpZcGN9D76