કેટરીના-વિકીનાં લગ્ન પર કોન્ડોમ કંપનીએ મૂક્યો એવો ફની મેસેજ કે વાંચીને હસી પડશો
જાણીતી કોન્ડમ બ્રાનડસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇન્સટાગ્રામ વિક્કી અને કેટરીના માટે મેરેજ બાદ એક એક ફની તસવીર શેર કરી હતી, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
![કેટરીના-વિકીનાં લગ્ન પર કોન્ડોમ કંપનીએ મૂક્યો એવો ફની મેસેજ કે વાંચીને હસી પડશો Condom Brand shares funny message on new bollywood couple Vicky and Katrina Wedding કેટરીના-વિકીનાં લગ્ન પર કોન્ડોમ કંપનીએ મૂક્યો એવો ફની મેસેજ કે વાંચીને હસી પડશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/11/cabb593287b29a76542846a1faa59b0f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડનુ હૉટ કપલ ગણાતુ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયુ છે, 9મીએ બન્નેએ રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લામાં સાત ફેરા લીધા અને પતી પત્ની બની ગયા આ સાથે જ સોશ્યલ મીડિયા પર ફેન્સ તેમને શુભેચ્છાઓ આપવા પડાપડી કરતા દેખાયા હતા. આ લિસ્ટમાં એક એવા શુભેચ્છકનો મેસેજ વાયરલ થયો તે એકદમ ફની હતો. આ મેસેજ હતો કૉન્ડમ કંપની ડ્યૂરેક્ષનો. જુઓ શું છે મેસેજ.....
ખરેખમાં, જાણીતી કોન્ડમ બ્રાનડસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇન્સટાગ્રામ વિક્કી અને કેટરીના માટે મેરેજ બાદ એક એક ફની તસવીર શેર કરી હતી, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાંમેસેજ શેર કરવામાં આવ્યો છે કે, પ્રિય વિક્કી અને કેટરિના જો તમે અમને (કોન્ડમ)ને તમારા લગ્નમાં આમંત્રણ નહીં આપો તો તમે એક મજાક કરી રહ્યા છો. આ કંપનીએ વિજ્ઞાાપન દ્વારા કોન્ડમની જરૂરતને હલકા-ફુલકા અંદાજમાં એક મહત્વનો સંદેશો આપવાનું કામ કર્યું છે. આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ઇરાદાઃ લગ્નમાં સામેલ થવાનો છે.
કેટરિના અને વિક્કીને જાણીતી ફિટનેસ બ્રાન્ડસ અને એક અન્ય બ્રાન્ડે પોતાની જાહેરાત માટે સાઇન પણ કરી લીધા છે. આવતા વરસે આ યુગલ જાહેરખબરમાં સાથે જોવા મળે તેવી શક્યતા છે.
View this post on Instagram
Vicky And Katrina Honeymoon: કેટરિના કૈફ અને વિક્કી કૌશલના હનિમૂન પ્લાનનો ખુલાસો, જાણો હનિમૂન પર ક્યાં જશે કપલ?
Newlyweds Couple Vicky Kaushal And Katrina Kaif Honeymoon Plan: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન ખૂબ ચર્ચામાં છે. હવે આ કપલે લગ્ન કરી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના હનીમૂનને લઇને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર વિક્કી અને કેટરિના પોતાના હનિમૂન માટે યુરોપ જશે. એટલું જ નહી પરંતુ એવું પણ કહેવામાં આવ્યુ રહ્યું છે કે આ કપલ હનીમૂન યુરોપમાં એક અથવા બે સ્થળો સુધી સિમિત નહી રહે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી અને કેટરિના આખા યુરોપનો પ્રવાસ કરશે.
એક રિપોર્ટ અનુસાર તેઓ લગભગ ઓછામાં ઓછા બે મહિના સુધી વેકેશન પર રહેશે. હનીમૂન પર જતા અગાઉ કેટરિના અને વિક્કી પોતાના પેન્ડિંગ વર્કને પુરા કરશે. રિપોર્ટ્સ અનુસાર આ હનિમૂનનો પ્લાન વિક્કીનો છે. લગ્ન બાદ ફેન્સ વિક્કી કૌશલ અને કેટરિના કૈફના રિસેપ્શન અને હનિમૂન પ્લાન અંગે જાણવા ખૂબ ઉત્સુક છે.યુરોપમાં લાંબું વેકેશન માણવા માટે એક્ટરે જિંદગી ના મિલેગી દોબારા, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ચાંદની જેવી ફિલ્મોમાં જોવા મળે છે. આ બોલિવૂડની આ થીમને રિક્રિએટ કરવાનું વિક્કીનું સપનું રહ્યું છે.
નોંધનીય છે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન રાજસ્થાનમાં નવ ડિસેમ્બરના રોજ યોજાયા હતા અને તેઓ છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)