શોધખોળ કરો
Advertisement
બાળકો અને પરિવારને મળવા બેબાકળી થઈ કનિકા કપૂર, પોસ્ટ શેર કરીને કહી આ મોટી વાત
કનિકા કપૂર હાલ લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ છે. કનિકા કપૂર ઉપરાંત તના સંપર્કમાં આવેલા 262 લોકોમાંથી 60 લોકોના મેડિકલ રિપોટ નેગેટિવ આવ્યા છે.
નવી દિલ્હીઃ બેબી ડોલ ફેમ બોલિવૂડની જાણીતી સિંગર કનિકા કપૂરનો ચોથો વખત Coronavirus Test પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેણે કહ્યું કે, હું ઠીક છું અને આગામી રિપોર્ટ નેગેટિવ આવે તેવી આશા રાખું છું. કનિકા કપૂરે શેર કરેલી સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
કનિકા કપૂરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક ઘડિયાળની તસવીર શેર કરી છે, જેમાં લખ્યું કે, જિંદગી આપણને સમયનો સદઉપયોગ કરવાનું શીખવાડે છે. પરંતુ સમય આપણને જિંદગીનું મહત્વ બતાવે છે.
જે બાદ લખ્યું, તમામને ખૂબ પ્રેમ, તમે બધા લોકો સુરક્ષિત રહો. મારી ચિંતા માટે તમામનો આભાર પરંતુ હવે હું આઈસીયુમાં નથી. હવે હું સ્વસ્થ છું. મને આશા છે કે મારો આગામી ટેસ્ટ નેગેટિવ આવશે. મારા બાળકો અને પરિવાર માટે ઘરે જવાની રાહ જોઈ રહી છું. તે બધાની ખૂબ યાદ આવે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કનિકા કપૂર હાલ લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ છે. કનિકા કપૂર ઉપરાંત તના સંપર્કમાં આવેલા 262 લોકોમાંથી 60 લોકોના મેડિકલ રિપોટ નેગેટિવ આવ્યા છે.
બોલિવૂડ સિંગર કનિકા કપૂર 9 માર્ચે લંડનથી મુંબઈ આવી હતી. જેના બે દિવસ બાદ લખનઉ ગઈ હતી અને પાર્ટીઓમાં સામેલ થઈ હતી. કનિકા કપૂરની બેદરકારીને લઈ ઉત્તરપ્રદેશમાં તેના પર એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement