Coronavirus in Mumbai: અમિતાભ બચ્ચનના ઘરમાં ફરી કોરોનાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી
ગયા વર્ષે 11 જુલાઈના રોજ, કોરોનાને કારણે, અમિતાભ બચ્ચનને મુંબઈના વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
મુંબઇ:ગયા વર્ષે 11 જુલાઈના રોજ, કોરોનાને કારણે, અમિતાભ બચ્ચનને મુંબઈના વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
મુંબઈમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ-19એ હવે ફરી એકવાર બોલિવૂડના 'મેગાસ્ટાર' અમિતાભ બચ્ચનના ઘરે દસ્તક આપી છે. અમિતાભના ઘરનો એક સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેમના બ્લોગમાં અમિતાભ બચ્ચને આ મુદે ખુદ જાણકારી આપતા લખ્યું કે, ઘરમાં કોવિડની સામે ઝઝુમી રહ્યો છો.4 જાન્યુઆરીની રાત્રે તેમણે તેમના સ્ટાફ મેમ્બરને કોરોના થયાની જાણકારી આપી છે.
ઉલ્લેખનિય છે કે, 11 જુલાઇને અમિતાભ બચ્ચનને કોરોના થતાં તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચાર દિવસ બાદ તેમનો દીકરો અભિષેક બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા હતા ત્યારબાદ ઐશ્વર્યા અને આરાધ્યનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બધા જને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ઉલ્લેખનિય છે કે, અમિતાભ બચ્ચનેને એક મહિના સુધી કોરોનાના કારણે હોસ્પિટલમાં રહેલું પડ્યું હતું. જ્યારે અને પરિવારના સદસ્યોને થોડા દિવસમાં જ હોસ્પિટલથી ડિસચાર્જ કરી દેવાયા હતા.
અમિતાભની પ્રતિક્ષા અને જલસા બંગલાના સુરક્ષાકર્મીઓ, માળી અને ઘરમાં કામ કરતા અન્ય તમામ લોકો માટે રૂટિન કોરોના ચેક કરવામાં આવે છે. આમાંથી 31 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર BMC દ્વારા શેર કરવામાં આવ્યા છે. અમિતાભના બંને બંગલામાં એક માળી કામ કરે છે અને તેને કોરોના થયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી પીડિત સ્ટાફ કર્મીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી.જો કે હાલમાં, તેના સાથે સંપર્કના આવેલા અમિતાભ અથવા પરિવારના કોઈપણ સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નથી. BMC દ્વારા બંને બંગલો પર સેનિટાઈઝેશન અને અન્ય પગલાં લેવામાં આવ્યા છે.