શોધખોળ કરો
કોરોના પોઝિટિવ કનિકા કપૂર લંડનથી આવ્યા બાદ બે પાર્ટીઓમાં થઈ હતી સામેલ, તસવીરો આવી સામે
થોડા સમય પહેલા કનિકા કપૂર લંડનથી પરત ફરી હતી અને બે પાર્ટીઓમાં સામેલ થઈ હતી. હવે કોનિકા જે પાર્ટીમાં સામેલ થઈ હતી તેની તસ્વીરો સામે છે. એક તસ્વીરમાં કનિકા અનેક લોકો સાથે ગ્રુપમાં ફોટો પડાવતી નજર આવી રહી છે
![કોરોના પોઝિટિવ કનિકા કપૂર લંડનથી આવ્યા બાદ બે પાર્ટીઓમાં થઈ હતી સામેલ, તસવીરો આવી સામે coronavirus singer kanika kapoor lucknow party pictures કોરોના પોઝિટિવ કનિકા કપૂર લંડનથી આવ્યા બાદ બે પાર્ટીઓમાં થઈ હતી સામેલ, તસવીરો આવી સામે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/20222820/konika.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડની જાણીતી સિંગર કનિકા કપૂર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે, કોનિકાનો કોરોના સંક્રમણના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી તેને તાવ હતો. જેના બાદ તેમણે ટેસ્ટ કરાવ્યું હતું. હાલમાં કનિકાને લખનઉમાં તેને આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે.
થોડા સમય પહેલા કનિકા કપૂર લંડનથી પરત ફરી હતી અને બે પાર્ટીઓમાં સામેલ થઈ હતી. હવે કોનિકા જે પાર્ટીમાં સામેલ થઈ હતી તેની તસ્વીરો સામે છે. એક તસ્વીરમાં કનિકા અનેક લોકો સાથે ગ્રુપમાં ફોટો પડાવતી નજર આવી રહી છે, જ્યારે અન્ય એક તસવીરમાં એકલી નજર આવી રહી છે.
કનિકા પૂર્વ સાંસદ અકબર અહમદ ડમ્પીને ત્યાં યોજાયેલી પાર્ટીમાં સામેલ થઈ હતી. જેમાં અનેક નેતાઓ, ભાજપના મંત્રી અને IAS અધિકારીઓ પણ સામેલ હતા.
એટલું જ નઈ પણ તાજમાં યોજાયેલી પાર્ટીમાં પણ એક કેબિનેટ મંત્રી અને અનેક આઈએએસ, સેલિબ્રિટી અને નેતાઓ સામેલ હતા. બન્ને પાર્ટીઓમાં કેટરિંગ સ્ટાફ, હોટલ સ્ટાફ સિવાય 500 થી 700 લોકો સામેલ થયા હતા. કનિકાએ પાર્ટી દરમિયાન અનેક લોકો સાથે સેલ્ફી લીધી હતી અને હાથ પણ મીલાવ્યા હતા.
કનિકા કપૂર બૉલીવુડમાં એક જાણીતો ચહેરો છે, તેને બેબી ડૉલમાં સોને જેવા લોકપ્રિય ગીત પર પોતાની અવાજ આપી હતી. આ ઉપરાંત સિંગરે કેટલાક સિંગિંગ રિયાલિટી શૉમાં જજ તરીકે કામ પણ કર્યુ છે.
![કોરોના પોઝિટિવ કનિકા કપૂર લંડનથી આવ્યા બાદ બે પાર્ટીઓમાં થઈ હતી સામેલ, તસવીરો આવી સામે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/20170146/konika-3.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)