ડેઝીએ કહ્યું, મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી છે. ડેઝીએ રૂપેરી પડદે ઘણા ટોચના કલાકારો સાથે ડાન્સ ગીત કર્યા છે. તેણે સલમાન સાથે પણ કામ કર્યું છે. તેમજ હિંદી અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
2/3
ડેઝીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'ગુજરાત ૧૧' ફિલ્મથી તે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તે ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે. તેની ઓપોઝિટ હીરો તરીકે પ્રતીક ગાંધી જોવા મળશે. ડેઝીએ કહ્યું, મારા મિત્રોએ મને બોલીવૂડ ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે. તેથી મને મારી માતૃભાષાની ફિલ્મ મળી તો હુ ઇનકાર કરી ન શકી.
3/3
મુંબઇ: બોલીવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન સાથે બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે જય હો ફિલ્મની અભિનેત્રી ડેઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. ડેઝી શાહને હવે તેને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. ડેઝી માટે સ્ક્રિપ્ટ જ હીરો છે, તેથી તેને સ્ક્રિપ્ટ પસંદ પડશે તો તે કોઇ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા રાજી થશે.