ગુરૂવારે બિહારમાં પણ સપનાના પ્રોગ્રામમાં હંગામો થયો હતો. હજારોની સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા. લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા હતા. જોરદાર હંગામો થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું.
2/3
હાલ, પોલીસ આ મામલે કોઈ નિવેદન આપવાથી બચી રહી છે. શુક્રવારે રાત્રે CWE ફાઈટ દરમિયાન સપના ચૌધરી પરફોર્મન્સ આપવા માટે પહોંચી હતી. આ દરમિયાન ભીડ બેકાબૂ થઈ હતી અને સપનાને મળવા માટે લોકો ઉમટી પડ્યા હતા. પોલીસના સુત્રો અનુસાર સપનાના ભાઈએ ભીડને હટાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું અને અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે પુછપરછ બાદ સપનાના ભાઈને છોડી દિધો છે.
3/3
નવી દિલ્હી: હરિયાણાના કરનાલમાં રેસલર ધ ગ્રેટ ખલીના CWE ફાઈટમાં સપના ચૌધરી લાઈવ પરફોર્મન્સ માટે પહોંચી હતી. જ્યા તેણે પોતાનો ડાન્સ રજૂ કર્યો હતો. અહીંયા સપના ચૌધરીનો ભાઈ પણ હાજર હતો. પ્રોગ્રામ દરમિયાન ભીડને હટાવવા માટે સપનાના ભાઈએ હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે સપનાના ભાઈને અટકાયતમાં લઈ પુછપરછ કરી અને રિવોલ્વર જપ્ત કરી હતી.