જમ્મુ-કશ્મીરના સીએમ મહબૂબા મુફ્તી સાથે મુલાકાત કરતા દંગલ ફિલ્મમાં કામ કરનારી અભિનેત્રી ઝાયરા વસીમે ફેસબુક પર માફી માગી હતી. ઝાયરાએ દંગલમાં ગીતા ફોગટનો બાળપણનો રોલ કર્યો હતો. ઝાયરાએ ફેસબુક અને ટ્વિટર પર આ મુલાકાત પર સ્પષ્ટતા કરી હતી. આગળ જાણો શું છે આખો વિવાદ અને ક્યા સેલિબ્રીટીઝ આવ્યા ઝાયરાના સમર્થનમાં. મહબૂબા મુફ્તીને મળ્યા બાદ કટ્ટરવાદીઓ અને અલગતાવાદીઓએ તેનો વિરોધ કર્યો હતો. જે પછી ઝાયરાએ માફી માગી હતી. માફી બાદ સેલિબ્રીટીઝ તેના સપોર્ટમાં આવ્યા હતા
2/7
રેસલર ગીતા ફોગટે ઝાયરાનું સમર્થન કરતા કહ્યું કે તેણે ધાકડ છોકરીનો રોલ કર્યો છે, તેણે ડરવાની કે શરમ અનુભવવાની જરૂર નથી.
3/7
આ આખી ઘટનામાં લેખક જાવેદ અખ્તરે ટ્વિટ કરીને પોતાના વિચારો શેર કર્યા હતા. જાવેદ અખ્તરે લખ્યું છે કે, જે લોકો બૂમો પાડી પાડીને આઝાદીની વાત કરે છે તે બીજાને થોડી પણ આઝાદી નથી આપતા. ઝાયરાને સફળતા પછી માફી માગવી પડી રહી છે.
4/7
ગીતા ફોગટની બહેન અને રેસલર બબીતા ફોગટે પણ ઝાયરાનું સમર્થન કરતા કહ્યું કે, અમે પણ અહીંયા અને મુશ્કેલીઓ વેઠીને પહોંચ્યા છીએ. ઝાયરાને હું કહેવા માગીશ કે તેણે ડરવાની જરૂર નથી. દેશ તેની સાથે છે.
5/7
પોતાના માફીનામામાં ઝાયરાએ આ વાત પર પણ જોર આપ્યું કે કશ્મીરીઓ મને રોલ મોડલ ન માને. ઝાયરાના જણાવ્યા અનુસાર ઈતિહાસમાં ઘણા રોલ મોડેલ છે અને મને રોલ મોડેલ તરીકે પ્રોજેક્ટ કરવી તેમનું અપમાન હશે. ઝાયરાએ પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે તે કોઈ પણ પ્રકારનો નવો વિવાદ શરૂ કરવા નથી માગતી. અને તે જે કરી રહી છે તેના પર તેને ગર્વ છે.
6/7
તમને જણાવીએ કે ઝાયરાએ ફેસબુક/ટ્વિટર પર પોસ્ટ કરેલા માફીનામામાં લખ્યું હતું કે, હું જાણું છું કે હાલમાં જેમને હું મળી છું તેનાથી લોકોને ખરાબ લાગ્યું છે. હું તે તમામની માફી માગું છું મેં જેમને અજાણતા દુખ પહોંચાડ્યું છે. હું તેમની લાગણીઓ સમજી શકુ છું, ખાસ કરીને છેલ્લા છ મહિનામાં જે બન્યુ તે. પણ મને આશા છે કે લોકો સમજશે કે પરિસ્થિતિની સામે કોઈનું કંઈ ચાલતું નથી.
7/7
ઝાયરાએ આગળ લખ્યું કે, મને આશા છે કે લોકો ધ્યાન રાખે કે હું હજી 16 વર્ષની છું. અને મારી સાથે એ પ્રકારે વર્તન કરશે. મેં જે કર્યુ તે માટે હું માફી માગુ છું. કેમકે મેં આ નિર્ણય જાણ-જોઈને નથી કર્યો. મને આશા છે કે લોકો મને માફ કરશે.