શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

આજે 9 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીં.
  • વરસાદી સિસ્ટમ નબળી પડતા 9 જિલ્લામાં યલો એલર્ટ.
  • માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Gujarat weather forecast today: ગુજરાતવાસીઓ માટે મેઘરાજાને લઈને એક મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યને ધમરોળનાર અતિભારે વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે અને માત્ર હળવોથી મધ્યમ વરસાદ જ વરસી શકે છે. વરસાદની સિસ્ટમ નબળી પડી છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે હજુ પણ કેટલાક વિસ્તારો માટે એલર્ટ અને દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યા છે.

સિસ્ટમ નબળી પડી, છતાં 9 જિલ્લાઓમાં એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જે 'વેલમાર્ક લો પ્રેશર' સિસ્ટમ સક્રિય હતી, તે હવે નબળી પડીને 'સાયક્લોનિક સર્ક્યુલેશન'માં ફેરવાઈ ગઈ છે. આ જ કારણસર વરસાદનું જોર ઘટ્યું છે. આમ છતાં, લો પ્રેશર અને મોનસૂન ટ્રફની અસર હજુ પણ આંશિક રીતે જોવા મળી રહી છે. આ સિસ્ટમ સક્રિય રહેતા આજે રાજ્યના કુલ 9 જિલ્લાઓમાં વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ આજના દિવસ પૂરતું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

માછીમારોને સૂચના અને બંદરો પર સિગ્નલ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સાબદું છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયામાં કરંટ જોતા મોટાભાગના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વાત કરીએ આ વખતની ચોમાસાની સિઝનની, તો મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસ્યા છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 21 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખેડૂતો માટે પણ આ સારો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને તેના આસપાસના પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર, જેતપુર અને ધોરાજીમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની ઘટનાઓ સામે આવી છે. જોકે, આ જબરદસ્ત વરસાદને પગલે રાજકોટનો લાલપરી ડેમ અને ધોરાજીનો ભાદર-2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સલામતીના ભાગરૂપે નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ અને પોપટપરા અંડરપાસ બંધ
રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ગોરંભાયા હતા અને જોરદાર વરસાદી ઝાપટા પડવાનું શરૂ થઈ ગયું હતું. ગોંડલ રોડ, ઢેબર રોડ અને યાજ્ઞિક રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી છે. આંકડાકીય માહિતી મુજબ, આજે બપોરે 3 વાગ્યા સુધીમાં રાજકોટના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 6 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 1.25 ઇંચ (સવા ઇંચ) અને પૂર્વ ઝોનમાં 0.75 ઇંચ (પોણો ઇંચ) જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે?

હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. માત્ર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ભારે વરસાદનું જોર શા માટે ઘટ્યું છે?

અત્યાર સુધી સક્રિય 'વેલમાર્ક લો પ્રેશર' સિસ્ટમ નબળી પડીને 'સાયક્લોનિક સર્ક્યુલેશન'માં ફેરવાઈ ગઈ છે. આ કારણે વરસાદનું જોર ઘટ્યું છે.

આજે કયા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે?

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

માછીમારોને શું સૂચના આપવામાં આવી છે?

માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. મોટાભાગના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવાયું છે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget