ઝાયરાએ પોતાના નિવેદનમાં આગળ લખ્યું છે કે, હું બસ દરેક ચીજથી થોડા સમય માટે દૂર જવા માગું છું. મારી સોશિયલ જિંદગીથી, મારા કામથી, સ્કૂલથી અને સૌથી વધુ સોશિયલ મીડિયાથી. હું રમઝાનના પવિત્ર મહિનાની રાહ જોઈ રહી છું, કેમ કે દરેક ચીજને સમજવા માટે તે સૌથી સારો સમય છે. કૃપયા મને તમારી દુઆઓમાં યાદ રાખો.
2/5
ઝાયરા આગળ લખે છે, હું ખાલી-ખાલી, એકલતા, ડરેલી અનુભવુ છું. વધુ પડતું ઊંઘવાથી કે અનેક સપ્તાહો સુધી ન ઊંઘવાને કારણએ મારા શરીરમાં ડર થાય છે. બહુ વધુ સમય ભૂખ્યા રહેવાથી, આત્મહત્યા વિશે વિચારવા સુધી, માનો બધુ જ પસાર થઈ રહ્યું છે.
3/5
ઝાયરાએ શુક્રવારે સવારે પોતાના વેરીફાઈડ એકાઉન્ટ પરથી ડિપ્રેશનની પોતાની લડત વિશે વાત કહી છે. ઝાયરા વસીમે લખ્યું છે કે, મને અનેક લોકોએ કહ્યું કે, તુ આટલી નાની છે, તને ડિપ્રેશન નથી થઈ શક્તું. આ માત્ર એક સમય છે, જે પસાર થઈ જશે. હોઈ શકે કે આ એક સમય હશે, પણ તેને મને ખરાબ હાલતમાં પહોંચાડી દીધી છે. હું રોજ 5 દવા ખાઈ રહી છું, મને એન્ઝાઈટી એટેક આવે છે. અચાનક અડધી રાત્રે મને હોસ્પિટલ લઈ જવી પડે છે.
4/5
આમિર ખાનની સાથે ફિલ્મ દંગલની નાનકડી ગીતા ફોગટનું પાત્ર ભજવ્યા બાદ ઝાયરા, આમીરની સાથે ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી. ઝાયરા વસીમને ફિલ્મ દંગલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસના રાષ્ટ્રીય પુરસ્કારથી પણ નવાજવામાં આવી ચૂકી છે.
5/5
નવી દિલ્હીઃ ફિલ્મ દંગલમાં શાનદાર નાની પહેલવાનની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ ઝાયરા વીસમે છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનનો સામનો કરી રહી હોવાનો ખુલાસો કર્યો છે. ઝાયરાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને કહ્યું છે કે, આખરે હું સાર્વજનીક કહું છું કે હું લાંબા સમયથી ડિપ્રેશન અને એન્ઝાઈટીનો સામનો કરી રહી છું. ઝાયરાએ લખ્યું છે કે, તે 4 વર્ષથી તેનો સામનો કરી રહી છે અને તેના કારણે તેને કારણે તેને અનેક વખત હોસ્પિટલમાં પણ ભરતી થવું પડ્યું છે. ડિપ્રેશનને કારણએ તે દરરોજ 5 ગોળીઓ ગળે છે.