OTT Release: હવે ઓટીટી પર ધમાલ મચાવશે Deadpool & Wolverine, જાણો ક્યારે ને ક્યાં જોઇ શકશો
Deadpool & Wolverine OTT Release: રેયાન રેનૉલ્ડ્સ વિશ્વભરના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે અને તેને મોટા પડદા પર અભિનય કરતા જોવો કોઈ ટ્રીટથી ઓછું નથી
Deadpool & Wolverine OTT Release: રેયાન રેનૉલ્ડ્સ વિશ્વભરના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે અને તેને મોટા પડદા પર અભિનય કરતા જોવો કોઈ ટ્રીટથી ઓછું નથી. આ વર્ષે IF સાથે દિલ જીત્યા પછી Ryan એ 'Deadpool & Wolverine' માં ડેડપૂલ તરીકે ચમકી હતી. આ ફિલ્મ એક સુપરહીરો ફિલ્મ છે, જેમાં હ્યૂ જેકમેન પણ મુખ્ય ભૂમિકામાં છે. તેણે આ ફિલ્મમાં વૉલ્વરાઈનની ભૂમિકા ભજવી હતી. શોન લેવી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ માર્વેલ સિનેમેટિક યૂનિવર્સમાં 34મી ફિલ્મ છે અને તે વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક પણ હતી.
'ડેડપૂલ એન્ડ વૉલ્વરાઈન'ને ભારત અને વિશ્વભરમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો. 111.65 કરોડના લાઇફટાઇમ કલેક્શન સાથે, ડેડપૂલ અને વૉલ્વરાઇન પણ ભારતમાં 10મી સૌથી વધુ કમાણી કરનારી હૉલીવુડ ફિલ્મ હતી, હવે આ ફિલ્મની OTT રિલીઝ અંગે વિગતો આવી છે. જાણો અહીં આ ફિલ્મ OTT પર ક્યારે અને ક્યાં જોઈ શકો છો ?
'ડેડપૂલ એન્ડ વૉલ્વરાઇન' ને ઓટીટી પર ક્યારે ને ક્યાંથી જોઇ શકશો ?
ભારતમાં 'ડેડપૂલ એન્ડ વૉલ્વરાઈન'ની OTT રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ 1 ઓક્ટોબરે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ આવવાના અહેવાલ હતા, પરંતુ ભારતમાં MCU ચાહકોએ આ ફિલ્મના OTT સ્ટ્રીમિંગ માટે થોડી વધુ રાહ જોવી પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ડેડપૂલ એન્ડ વૉલ્વરાઇન' ઓક્ટોબરના અંત સુધીમાં OTT પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે લગભગ તમામ માર્વેલ ફિલ્મો Disney + Hotstar પર રીલિઝ થાય છે. આવી સ્થિતિમાં ડેડપૂલ અને વૉલ્વરાઇન પણ આ પ્લેટફોર્મ પર તેમની ડિજિટલ રિલીઝ કરશે.
'ડેડપૂલ એન્ડ વૉલ્વરાઇન' ને રેન્ટ પર જોઇ શકાય છે
Deadpool & Wolverine હાલમાં Apple TV+, YouTube Movies અને Google TV જેવા ડિજિટલ વીડિયો-ઓન-ડિમાન્ડ પ્લેટફોર્મ પર ખરીદવા અથવા ભાડે આપવા માટે ઉપલબ્ધ છે. કિંમત ગુણવત્તા પર આધાર રાખીને બદલાય છે
YouTube મૂવીઝ: રૂ 820 (UHD), રૂ 690 (SD)
Apple TV+: રૂ 690 (SD)
Google TV: રૂ 999 (UHD), રૂ 799 (SD)
26 જુલાઇને વર્લ્ડવાઇડ થઇ હતી રિલીઝ
આ ફિલ્મ 26 જુલાઈ 2024ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉના માર્વેલ ટાઇમલાઇન આધારે ફિલ્મને થિયેટરમાંથી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર શિફ્ટ થવામાં સામાન્ય રીતે ત્રણ મહિના લાગે છે. રેયાન અને હ્યૂ જેકમેન ઉપરાંત, એમ્મા કૉરીન, મોરેના બેકરીન, રૉબ ડેલેની, લેસ્લી ઉગ્ગમ્સ, એરોન સ્ટેનફોર્ડ અને મેથ્યૂ મેકફેડિયન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
આ પણ વાંચો