શોધખોળ કરો
લંડનના રસ્તા પર ઢીલા કપડામાં જોવા મળી બોલિવૂડની આ એક્ટ્રેસ, ફરી ઉડી પ્રેગ્નેન્સીની અફવા, જુઓ Video
હાલમાં જ તે લંડનમાં રણવીર સાથે નજર આવી હતી. જેમાં બંને હાથમાં હાથ રાખીને જતા નજરે પડ્યાં હતાં.
નવી દિલ્હીઃ બોલિવૂડનાં સૌથી હોટ કપલ એટલે કે દીપિકા અને રણવીર અંગે હાલમાં એવી અફવા ચાલે છે કે, આ જોડી પેરેન્ટ્સ બનવાની છે. દીપિકા ગર્ભવતી છે. લંડનમાં લેવામાં આવેલી દીપિકા રણવીરની કેટલીક તસવીરો અને વીડિયોમાં ઘણી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીપિકા ગર્ભવતી છે. આ રિપોર્ટ્સ મુજબ દીપિકા હાલમાં ઢીલા કપડાં પહેરે છે તેથી તેનું બેબી બમ્પ ન દેખાય. જોકે આ વાતો હાલમાં અફવા હોય તેમ લાગે છે કારણ કે ન તો દીપિકા કે ન તો રણવીરે આ વાતનો ખુલાસો કર્યો છે.
દીપિકા છેલ્લા ઘણાં સમયથી ખુબજ અજીબો ગરીબ ઢીલા ઢીલા ડ્રેસ પહેરવાને કારણે ટ્રોલ થઇ રહી હતી. લોકોને નવાઇ લાગતી તહી કે હમેસાં સ્ટાઇલિશ અને ફિગર ડિફાઇનિંગ આઉટફિટ પહેરનારી દીપિકાને શું થઇ ગયુ છે કે તે આવા ઢીલા ઢીલા જ કપડાં પહેરે છે.
હાલમાં જ તે લંડનમાં રણવીર સાથે નજર આવી હતી. જેમાં બંને હાથમાં હાથ રાખીને જતા નજરે પડ્યાં હતાં. જેનાં વીડિયો અને તસવીરો આવતા જ ફરી એક વખત તેનાં ગર્ભવતી હોવાની વાતો સામે આવી રહી છે. દીપિકાએ આ વખતે નિયોન રંગનો ઢીલો ડ્રેસ પહેર્યો હતો. અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવવા લાગી ગયા છે કે, દીપિકા પ્રૅગ્નેન્ટ છે.
ખલીજ ટાઇમ્સમાં આવેલાં અહેવાલ પ્રમાણે, સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવવા લાગી ગયા છે કે, દીપિકા પ્રૅગ્નેન્ટ છે. એક યૂઝરે લખ્યુ છે કે, 'દીપિકા આ રીતે પોતાને ઢાંકી રહી છે , શું તે બેબી બંપ છુપાવી રહી છે.' તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે, 'મને લાગે છે કે, દીપિકા તેની પ્રૅગ્નેન્સી' છુપાવી રહી છે. તો આવી ઘણાં કમૅન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણની પ્રૅગ્નેન્સીની ખબર ત્યારે પણ ફેલાઇ હતી જ્યારે તેને પતિ રણવીર સિંહને તેનાં ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'હાય ડેડી' આ કમેન્ટની સાથે જ તેણે દિલ અને બાળકનું ઇમોજી પણ રાખ્યું હતું, આ કમેન્ટ્સ બાદ તમામ રણવીરનાં લાઇવ વીડિયોને છોડી દીપિકાની કમેન્ટ પર રિએક્શન આપતા નજર આવ્યાં હતાં.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement