બીજી બાજુ કંગના જેવી જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શ્રીદેવીએ પણ આવી જ સાડી પહેરી હતી. આ ઇવેન્ટ ગોવામાં 2017માં યોજાઈ હતી. શ્રીદેવીની આ સાડી સબ્યસાચી ક્રિએશનની જ હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના લુકને વધુ સુંદર બનાવવા માટે હાથમાં ગોલ્ડન ક્લચ પહેર્યું હતું.
2/3
દીપિકા પાદુકોણે રિસેપ્શન દરમિયાન જે સાડી પહેરી હતી તે કંગના રનૌત અને શ્રીદેવીએ પહેરેલી સાડી જેવી જ હતી. આમ તો ગોલ્ડન સાડી, લાલ રંગનો ચૂડો અને સિંદૂરથી ભરેલ માંગમાં દીપિકા પાદુકોણ ખૂબ જ શાનદાર જોવા મળી રહી હતી. પરંતુ તમને જણાવીએ કે, તેના જેવી દેખાતી સાડી કંગના રનૌતે વિરાટ અને નુષ્કાના રિસેપ્શનમાં પહેરી હતી. કંગનાની આ સાડી કાંજીવરમની સબ્યસાચી ક્રિએશનનની હતી જેમાં તે ખૂબ જ સુંદર જોવા મળી રહી હતી.
3/3
નવી દિલ્હીઃ ઇટાલીમાં ગ્રાન્ડ બેડિંગ બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે બેંગલુરમાં શાનદાર રિસેપ્શન આપ્યું હતું. આ રિસ્પેશનમાં દીપિકા અને રણવીરે સબ્યાસાચીની ડિઝાઈન કરેલ પરિધાન પહેર્યા હતા. દીપિકાએ પહેલ ગોલ્ડન સાડી તેના માતા ઉજ્જવલાએ તેને ગિફ્ટમાં આપી હતી.