જાહ્નવી કપૂરે કહ્યું કે, આ ફિલ્મમાં તે ઉદયપુરના શાહી પરિવારની દીકરીની ભૂમિકા ભજવી રહી છે. ધડક સામાન્ય બોલિવૂડ ફિલ્મ જેવી નથી, જેમાં કડવું સત્ય છુપાવવામાં આવતું હોય છે. તેણે કહ્યું, આ કડવું સત્ય છે. ધડક બોલિવૂડની મસાલા ફિલ્મ નથી, જેમાં અંતમાં માતા-પિતા માની જાય છે અથવા જે ફિલ્મમાં અંત શાનદાર હોય છે. ફિલ્મમાં અસલ જીવનના સત્યને બતાવવામાં આવ્યું છે.
2/3
નવી દિલ્હીઃ ધડક ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની કહાની શું હશે એ વાતનો અંદાજ ટ્રેલર જોઈને પહેલા જ લાગી ગયો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ફિલ્મમાં ક્લાઈમેક્સ પણ સું સૈરાટની જેમ જ ટ્રેજેડી ભર્યો હશે. આ સવાલનો જવાબ રિલીઝ બાદ જ મળશે પરંતુ આ વાતનો ખુલાસો હાલમાં આપેલ એક ઇન્ટરવ્યૂમાં જાહ્વવી કપૂરે કર્યો છે.
3/3
જણાવીએ કે સૈરાટ ફિલ્મની રિમેક ધડક 20 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી જાહ્નવી કપૂર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેની સાથે ફિલ્મમાં ઇશાન ખટ્ટર લીડ રોલમાં જોવા મળશે. જોવાનું એ રહેશે કે મરાઠી ફિલ્મ સૈરાટની જેમ જ ધડકને પણ ફેન્સ પસંદ કરે છે કે નહીં.