શોધખોળ કરો
Advertisement
ખેડૂત આંદોલન પર બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરનું ટ્વીટ વાયરલ, કહ્યું- ખેડૂત ભાઈઓનું દુખ જોઈને હું ખુબજ દુખી છું
ખેડૂતો નવા કૃષિ કાયદાને લઈ દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહ્યો છે. દેશમાં ખેડૂત આંદોલનની ચર્ચા છે. એવામાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ધર્મેન્દ્રએ આગ્રહ કર્યો છે કે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ જલ્દી લાવવો જોઈએ.
ધર્મેન્દ્ર એકવાર ફરી ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. વાસ્તમાં આ પહેલા પણ ધર્મેન્દ્રએ ખેડૂતોને લઈ ટ્વીટ કર્યું હતું જે ખૂબ વાયરલ થઈ ગયું હતું જો કે, બાદમાં તેમણે ટ્વિટ કરી નાંધ્યું હતું. ટ્વીટ ટિલિટ કરવા પર ઘણા સોશિય મીડિયા યૂઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને લખ્યું કે, “પોતાના ખેડૂત ભાઈઓનું દુખ જોઈને હું ખુબજ પીડામાં છું. સરકારે જલ્દી આ પ્રશ્નનોનો ઉકેલ લાવવો જોઈએ.”
આ પહેલા ધર્મેન્દ્રએ ટ્વિટમાં લખ્યું હતું કે, “સરકારને પ્રાર્થના છે, ખેડૂત ભાઈઓની સમસ્યાનો ઉકેલ જલ્દી લાવે. દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દુખ થાય છે આ જોઈને.” ધર્મેન્દ્રનું આ ટ્વીટ વાયરલ થઈ ગયું હતું. પરંતુ ફરી અચાનક ધર્મેન્દ્રએ પોતાનું આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. ધર્મેન્દ્રનું અચાનક ટ્વીટ ડિલીટ કરવું લોકોને પણ આશ્ચર્ય લાગ્યું હતું. ઘણા યૂઝરે તો ધર્મેન્દરને ટ્રોલ પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીના અનેક સેલેબ્સ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી રહ્યાં છે. પ્રિયંકા ચોપરાથી લઈને સોનમ કપૂર સુધી તમામ ખેડૂતો અને તેમની માંગને સોપર્ટ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને લઈ દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement