Dilip Kumar Funeral: દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક,રાજકીય સન્માન સાથે આપવામાં આવી અંતિમ વિદાય
આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Background
બોલિવૂડના જાણીતા અને દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા.
આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમના પત્ની શાયરા બાનો તેમની સાથે જ હતા અને તેમણે ફેન્સને આશ્વાસન આપ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે.
દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક
દિલીપ કુમારને જુહુના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારને રાજકીય સન્માનસાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન તેમનો પરિવાર જ નહીં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.
મુંબઈ પોલીસે આખરી સલામી આપી
દિલીપ કુમારની અંતિમ યાત્રા શરૂ થઈ રહી છે. મુંબઈ પોલીસે આખરી સલામી આપી. રાજકીય સન્માન ( (ગાર્ડ ઓફ ઓનર) સાથે થશે અંતિમ વિદાય, થોડીવારમાં થશે અંતિમ વિદાય. તિરંગામાં લપેટાયો દિલીપ સાહેબનો પાર્થિવ દેહ.




















