શોધખોળ કરો
Malangના સ્પેશ્યલ સ્ક્રીનિંગ પર એવું શું થયું કે દિશા પટની અને ટાઇગર શ્રોફનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
બન્ને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. વીડિયોમાં ટાઇગરને દિશાના ખભે હાથ રાકતા અને કેમેરા સામે પોઝ આપતા જોઈ શકાય છે.

નવી દિલ્હીઃ દિશા પટની અને ટાઇગર શ્રોફની તવીર અને વીડિયો એકસાથે ઘણીવાર જોવા મળ્યા છે. ફેન્સ બન્નેના ફોટો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે, બન્ને એક બીજાને માત્ર સારા મિત્ર ગણાવે છે અને સોશિયલ મીડિયા પર એક બીજાના વખાણ કરતાં જોવા મળે છે. મોડા પડદે બન્ને બાગી-2માં એક સાથે જોવા મળ્યા હતા. બન્નેની જોડીએ દર્શકો દિલ જીત્યું હતું. દિશાની ફિલ્મ ‘મલંગ’ 7 ફેબ્રિઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ પહેલા મુંબઈમાં મલંગનું સ્પેશ્યિલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
ટાઇગર પોતાની ખાસ મિત્ર દિશા પટનીને ચીયર કરવા માટે સ્ક્રીનિંગ પહોંચ્યો હતો. સ્ક્રીનિંગ દરમિયાન ટાઇગર શ્રોફ અને દિશા પટની એક બજીાને અને તેના બોલિવૂડ મિત્રો સાથે વાતચીત કરતાં જોવા મળ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બન્ને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. વીડિયોમાં ટાઇગરને દિશાના ખભે હાથ રાકતા અને કેમેરા સામે પોઝ આપતા જોઈ શકાય છે. બન્નેનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો કમેન્ટ કરી બન્નેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
બાગી-3નું ટ્રેલર 6 ફેબ્રુઆરીએ રિલીઝ થયું. જેમાં ટાઇગર જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેલર જોયા બાદ દિશાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી દ્વારા ટાઇગરના વખાણ કર્યા હતા. તેમે લખ્યું હતું, ‘તારા પર ગર્વ છે. મોટેભાગે બન્ને એક બીજાના કામ અને ફિલ્મોના વખાણ કરતાં જોવા મળે છે. ‘મલંગ’માં દિશા પટની અને આદિત્ય રોય કપૂર ઉપરાંત કુણાલ ખેમૂ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. હવે જોવાનું રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે. ફિલ્મ ગીત અને ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
