શોધખોળ કરો
રીતિક રોશને ફ્લર્ટ કર્યુ હોવાની વાત પર દિશા પટ્ટનીએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું
1/5

નવી દિલ્હીઃ ટાઇગર શ્રોફની ખાસ ગર્લફ્રેન્ડ દિશા પટ્ટનીએ એક નિવેદન આપીને મીડિયામાં ચાલી રહેલી ખબરોને અફવા ગણાવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી દિશા પટ્ટણી અને રીતિક રોશન વચ્ચે અણબન થઇ હોવની વાત વહેતી થઇ હતી, અને આ કારણ દિશાએ ફિલ્મ પણ છોડી દીધી હોવાની વાત ચર્ચામાં આવી હતી. હાલમાં જ દિશા પટ્ટણીએ ટાઇગર શ્રોફ અને રીતિક રોશનની સાથે બની રહેલી ફિલ્મ દિશા પટ્ટણીએ છોડી દીધી છે.
2/5

જોકે, હવે દિશાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, સેટ પર તેની રીતિક સાથે ખાસ વાતચીત નથી થતી, પણ જેટલી વાત થઇ છે તે પ્રમાણે રીતિક બહુજ શાલીન અને સારો માણસ છે. તેને એમ પણ કહ્યું કે, મારી જે લોકો સાથે કામ કરવાની ઇચ્છા છે, તેમાં રીતિક રોશન પણ સામેલ છે, અને તેનું નામ સૌથી ઉપર છે.
Published at : 29 Aug 2018 02:28 PM (IST)
Tags :
Disha PataniView More




















