શોધખોળ કરો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં ક્યારે પરત ફરશે દયાબેન, જેઠાલાલે કર્યો મોટો ખુલાસો
દયાબેન મેટર્નિટી લીવ પર ગઇ હતી. જે બાદથી તે શોમાં પરત આવી નથી.

નવી દિલ્હીઃ ટીવીના જાણીાત સો તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં આમ તો સમગ્ર સ્ટાર કાસ્ટને પસંદ કરવામાં આવે છે પરંતુ દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર જોડી કોઈ હોઈ તો તે છે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ગડા અને દિશા વાકાણી એટલે કે દયાબેનની. લોકોએ તેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ પડે છે. દિશા વાકાણી લગભગ છેલ્લા બે વર્ષતી શોથી દૂર છે. પરંતુ હવે તેને લઈને ખાસ અપડેટ સામે આવી રહ્યા છે. જેઠાલાલે એક ઇન્ટરવ્યૂમાં દિશા વાકાણીની વાપસીને લઈને ખુલાસો કર્યો છે. દિલીપ જોષી એટલેકે જેઠાલાલે DNAને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, મને નથી ખબર, કંઇપણ થઇ શકે છે. દિશા તેનાં કેરેક્ટરમાં પરત આવી શકે છે. હું આશાર રાખી રહ્યો છું કે તે જલદી આવે. સાથે જ જેઠેલાલે કહ્યું કે, તે નવી દયા સાથે પણ કામ કરવા તૈયાર છે. આ વાત પરથી એટલું તો સ્પષ્ટ છે કે શોમાં દયાબેનની વાપસી ચોક્કસ થશે. પરંતુ જોવાનું એ રહેશે કે દિશા વાકાણી પરત ફરશે કે પછી નવો ચહેરો એન્ટ્રી કરશે. આપને જણાવી દઇએ કે, દયાબેન મેટર્નિટી લીવ પર ગઇ હતી. જે બાદથી તે શોમાં પરત આવી નથી. તેના પરત ફરવાને લઈને અનેક અહેવાલો સામે આવ્યા છે. પ્રોડ્યૂસર સાથે તેના ટાઈમિંગ અને ફીને લઈને પણ વિવાદ હોવાની વાત બહાર આવી હતી. જોકે પ્રોડ્યૂસર કે દિશા વાકાણી આ મામલે ક્યારે કોઈ સ્પષ્ટતા કરી નથી. નોંધનીય છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 11 વર્ષથી ચાલે છે.
વધુ વાંચો





















