શોધખોળ કરો
Advertisement
તારક મહેતાઃ ‘દયાબેન’ની થશે ગ્રાન્ડ એન્ટ્રી, દિશા વાકાણીએ ખુદ શેર કર્યો વીડિયો
જેઠાલાલે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી દયા નહીં આવે ત્યાં સુધી ગરબા નહીં રમે.
મુંબઈઃ ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટૂંકમાં જ દયાબેન એટલે કે દિશા વાકાણીની ગ્રાન્ડ એન્ટ્રી થવા જઈ રહી છે. સીરિયલમાં દયાબેનના પતિ જેઠાલાલ (દિલીપ જોશી)ને તેની ખૂબ યાદ આવી રહી છે. આ વાત ખુદ દિશા વાકાણીએ જણાવી છે. દિશા વાકાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો એક વીડિયો શેર કર્યો છે જેમાં જેઠાલાલ પોતાની પત્ની દયાબેનને મિસ કરતા જોવા મળી રહ્યા છે.
દિશા વાકાણીની વાપસીના સમાચાર મળતાં જ આખી ગોકુલધામ સોસાયટીની સાથે-સાથે જેઠાલાલ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યાં છે. દિશા વાકાણી જે વીડિયો શેર કર્યો છે તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સીરિયલની એક નાનકડી ક્લિપ છે અને તેમાં જેઠાલાલ ખૂબ દુ:ખી અને હતાશ બેઠેલા જોવા મળે છે. દિશા વાકાણીએ વીડિયો સાથે કેપ્શન લખ્યું છે- ‘ગ્રાન્ડ એન્ટ્રી’...
જેઠાલાલે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી દયા નહીં આવે ત્યાં સુધી ગરબા નહીં રમે. જે સાંભળી ગોકુલધામ સોસાયટીના તમામ સભ્યો ચિંતામાં આવી જાય છે. આ વાત સોસાયટીની મહિલાઓ સુંદરને જણાવે છે. બાદમાં સુંદર જેઠાલાલને ફોન કરે છે અને કહે છે કે, તે સાંજે દયાને લઈને ગોકુલધામ સોસાયટી પહોંચશે. આ વાત સાંભળીને જેઠાલાલ ખુશીથી ઝૂમી ઉઠે છે. આ ન્યૂઝ સાંભળીને દયા બેનના ફેન્સ પણ ખુશ-ખુશ થઈ ગયા છે. દિશા વાકાણીના નામથી ચાલતા ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવેલી પોસ્ટથી સંકેત મળી રહ્યાં છે કે, તે શોમાં કમબેક કરી રહી છે. જોકે, તેણે પોતાના કમબેક વિશે ખુલીને કંઈ જ કહ્યું નથી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement