જયા બચ્ચને 2012માં રાજ્યસભા સાંસદ માટે ઉમેદવારી નોંધાવતી વખતે તેમની અને અમિતાભની સંપત્તિ આશરે 5 અબજ રૂપિયા જણાવી હતી. જે આ વખતે વધીને 10 અબજ રૂપિયા થઈ ગઈ છે. જયા પાસે 26.10 કરોડ અને અમિતાભ પાસે 36.31 કરોડ રૂપિયાની જ્વેલરી છે.
2/9
મુંબઈઃ સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની ઉમેદવારી નોંધાવનારા જયા બચ્ચને ચૂંટણીપંચમાં આપેલા સોગંદનામામાં તેમની સંપત્તિનો ખુલાસો કર્યો છે. જે મુજબ તેમની પ્રોપર્ટી 1000 કરોડ રૂપિયાથી વધારે છે.
3/9
2012માં બચ્ચન પરિવાર પાસે 152 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ હતી, જે હવે વધીને 460 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2012માં અમિતાભ-જયા પાસે 343 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ હતી, 2018માં વધીને 540 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
4/9
અમિતાભ બચ્ચનના 15 બેંક ખાતામાં 47.47 કરોડ રૂપિયાથી વધારે એફડી અને રૂપિયા જમા છે. બિગ બીના રૂપિયા અને એફડી દિલ્હી-મુંબઈ ઉપરાંત બેંક ઓફ ઈન્ડિયાની પેરિસ શાખા, બેંક ઓફ ઈન્ડિયાની લંડન શાખા અને બીએનપી ફ્રાંસમાં છે. ઉમેદવારી પત્રમાં દર્શાવવામાં આવેલી વિગત મુજબ અમિતાભ પાસે 1,32,257 કરોડ રૂપિયા રોકડ અને જયા પાસે 2,33,973 કરોડ રૂપિયા કેશ છે.
5/9
આ સાત વાહનો ઉપરાંત પરિવારમાં પાંચ મોંઘી ગાડીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રોલ્સ રોયસ, મર્સિડીઝ બેંઝ, ટોયોટા કેમરી, રેન્જ રોવર અને મર્સિડીઝ એસ સામેલ છે. બચ્ચન દંપત્તિને પેન્ટિંગનો પણ શોખ છે.
6/9
સોગંદનામા મુજબ મહાનાયક અમિતાભ પાસે ત્રણ અબજ 20 કરોડની અચલ સંપત્તિ છે, જ્યારે જયા પાસે એક અબજ 27 કરોડની સંપત્તિ છે. ઉપરાંત વિદેશી બેંકોમાં જમા ધનનું પણ વિવરણ આપવામાં આવ્યું છે. લંડન, ફ્રાંસ, દુબઇ અને પેરિસ સહિત દેશ-વિદેશની વિવિધ 19 બેંકોમાં તેમના એકાઉન્ટ છે. જેમાં ચાર બેંક ખાતા જયા બચ્ચનના છે. તેમાં 6.84 કરોડ રૂપિયા જમા છે.
7/9
જયા પાસે 1.30 અબજ અને અમિતાભ પાસે 3.32 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ હોવાનું પણ એફિડેવિટમાં જણાવાયું છે. જેમાં લખનઉ, બારાબંકી, ભોપાલ, નોયડા, અમદાવાદ, પુણે, ગાંધીનગર, જૂહૂની જમીનનો પણ ઉલ્લેખ છે.
8/9
સોગંદનામામાં જણાવ્યા મુજબ, અમિતાભ નવ લાખ રૂપિયાની પેન રાખે છે, જ્યારે જયા 1.49 લાખનો મોબાઇલ રાખે છે. અમિતાભ પાસે 4.40 કરોડ અને જયા પાસે 30.27 લાખનું પેઇન્ટિંગ છે.
9/9
જયા ઉપર 87,34,62,085 રૂપિયા અને બિગ બી ઉપર 18,28,20,951 રૂપિયાનું દેવું છે. બચ્ચન પરિવાર પાસે ત્રણ મર્સિડીઝ કાર સહિત 12 વાહન છે. જયા બચ્ચન નામે ચાર વાહનો છે. જેમાં મર્સિડીઝ, ટોયોટા ક્વાલિસ, પોર્શ કૈમન અને મહિન્દ્રા સ્કોર્પિયો સામેલ છે. અમિતાભ બચ્ચન પાસે ત્રણ વાહનો છે. જેમાં સ્કોર્પિયો, ટાટા નેનો અને એક ટ્રેક્ટર પણ સામેલ છે.