શોધખોળ કરો
Advertisement
અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચી સાથે સંબંધના આરોપમા આ બોલિવૂડ એક્ટ્રેસના પતિને ઈડીનું સમન્સ
ઈસેન્શલ હોસ્પિટાલિટીમાં બિંદ્રાની રિયલ એસ્ટેટ કંપની આરકેડબલ્યુ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડએ 44.11 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના ઈકબાલ મિર્ચી સાથે સંબંધોને લઈને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધી ગઈ છે. પ્રવર્તન નિદેશાલય (ઈડી)4 નવેમ્બરે રાજ કુંદ્રાની પૂછપરછ કરશે. આ પહેલા ઈડીએ રાજ કુંદ્રાને સમન્સ મોકલ્યું હતું.
કહેવાય છે કે, રાજ કુંદ્રાએ ઈકબાલ મિર્ચીની સાથે બિઝનેસ ડીલ કરી છે. જોકે રાજ કુંદ્રા આ આરોપોને ફગાવી ચૂક્યા છે. હાલમાં જ ઈડીએ રિયલ એસ્ટેટ કંપની આરકેડબલ્યૂ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડની ડિટેલ્સ ચેક કરી હતી. આ દરમિયાન ઇસેન્શિયલ હોસ્પિટેલિટી લિમિટેડ કંપનીનું નામ પણ સામે આવ્યું હતું. આ કંપનીમાં શિલ્પા શેટ્ટી ડાયરેક્ટર છે.
ઈસેન્શલ હોસ્પિટાલિટીમાં બિંદ્રાની રિયલ એસ્ટેટ કંપની આરકેડબલ્યુ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડએ 44.11 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમાંથી 31.54 કરોડ રૂપિયા વ્યાજ રહિત હતા.
ઉલ્લેખનીય છે કે, રણજીત સિંહ બિંદ્રા હાલ જેલમાં છે. બિંદ્રા પર આરોપ છે કે, તેણે અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચીની 225 કરોડની સંપત્તિઓનો સોદો કરાવ્યો હતો. ઈડી દ્વારા જ્યારે બિંદ્રાની રિયલ એસ્ટેટ કંપની આરકેડબલ્યુ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડની ડિટેલ્સને ચેક કરવામાં આવી તો સામે આવ્યું કે, ‘ઈસેન્શલ હોસ્પિટાલિટી લિમિટેડ કંપનીમાં પણ તેણે રોકાણ કર્યું છે.’Mumbai: Enforcement Directorate (ED) summons businessman & actor Shilpa Shetty's husband, Raj Kundra on 4th November in connection with matter related to underworld don Iqbal Mirchi. pic.twitter.com/pFhovyf7kx
— ANI (@ANI) October 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement