શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના સેટ પર સર્જાઈ મોટી ઘટના, અભિનેત્રી થઈ ઈજાગ્રસ્ત
અક્ષય કુમારના સેટ પર એક મહિલા કલાકારને ઈજા થઈ હતી. ડોક્ટરે સારવાર બાદ કહ્યું કે, તે જલ્દી સારી થઈ જશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહ્યું છે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલ પોતાની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં વ્યસ્ત છે. હવે ફિલ્મના સેટ પરથી સમાચાર સામે આવ્યા છે કે, ત્યાં એક દુર્ઘટના ઘટી હતી. ફિલ્મની શૂટિંગ દરમિયાન એક મહિલા કોસ્ટારને ઈજા થઈ હતી જેના કારણે સેટ હાજર તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતાં. પરંતુ ડોક્ટરની સારવાર મળ્યાં બાદ ખબર પડી કે, તેને વધારે ઈજા થઈ નથી તે જલ્દી તૈયાર થઈ જશે.
એ વાત તો બધાંને ખબર જ છે કે ફિલ્મ અક્ષય કુમારની હોય તો તોડફોડ તો સામાન્ય વાત છે. પરંતુ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન ફિલ્મ સિટીમાં થઈ રહ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળશે. આ ફિલ્મ સુપર-ડુપર બનાવવા માટે મેકર્સ જોરદાર મહેનત કરી રહ્યાં છે.
આ સિવાય ફિલ્મ નિર્માતાઓએ 35થી પણ વધુ ફિલ્મના અલગ-અલગ સેટ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તૈયાર કર્યાં છે. જ્યાં ફિલ્મના અલગ-અલગ પાર્ટનું શૂટિંગ થશે.
માનુષી છિલ્લર આ ફિલ્મમાં રાજકુમારી સંયોગિતાના પાત્રમાં જોવા મળશે જ્યારે અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે. ‘ગુડ ન્યુઝ’ની શાનદાર સફળતા બાદ એકવાર ફરી પડદા પર અક્ષય કુમાર પોતાની અક્ટિંગથી ચાહકોનું દિલ જીતી શકશે. આ સમય તેમની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે જેમાં ‘પૃથ્વીરાજ’, ‘સૂર્યવંશી’ અને ‘લક્ષ્મી બોમ્બ’ મોટી ફિલ્મો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement