પપ્પુ લાડ મહારાષ્ટ્રના નેતા છગન ભુજબળનો સમર્થક હતો. તેણે "બાપ માનુસ" નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન પણ તેણે જ કર્યું હતું, તેમજ ફિલ્મની વાર્તા પણ તેણે જ લખી હતી. તેણે પોતાના જીવનકાળ દરમિયાન 15 જેટલી ફિલ્મો બનાવી હતી.
2/4
નવી દિલ્હીઃ એનસીપીના પૂર્વ સભ્ય અને ફિલ્મ નિર્માતા સદાનંદ ઉર્ફ પપ્પૂ લાડે દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક મંદિરમાં બુધવારે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસ અધિકારીએ જમાવ્યું કે, લાડે બુધવારે સવારે એમ એસ અલી રોડ પર આવેલ લંદનચા ગણપતિ મંદિરની અંદર ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યા હતા.
3/4
મંદિર ખાતેથી એક સુસાઇડ નોટ પણ મળી આવે છે. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે તે એક બિલ્ડર તરફથી સતત આપવામાં આવતા માનસિક ત્રાસને કારણે આપઘાત કરી રહ્યો છે.
4/4
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પપ્પુ લાડના પુત્ર અંકુર લાડની ફરિયાદ બાદ આ કેસમાં આપઘાત કરવા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસીની ધારા 306 અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.