શોધખોળ કરો
Advertisement
'પ્રસ્થાનમ'માં સંજય દત્તની એક્ટિંગના થઇ રહ્યા છે વખાણ, વાંચો ફિલ્મનો રિવ્યૂ
સંજય દત્તની પત્ની માન્યતા દત્તે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. સંજય દત્ત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા બલદેવ સિંહના રોલમાં છે.
મુંબઈઃ સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ સાઉથની રીમેક છે. ‘પ્રસ્થાનમ’ હિંદીને ઓરિજનલ ફિલ્મના ડિરેક્ટર દેવ કટ્ટાએ જ ડિરેક્ટ કરી છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્તે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. સંજય દત્ત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા બલદેવ સિંહના રોલમાં છે. આ ફિલ્મમાં સંજય દત્તના રોલના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. સંજય દત્તનો જાદુ ચાલી ગયો, થિયેટરમાં પ્રસ્થાનમ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ પરિવારના સંબંધો તેમજ રાજકારણ પર છે. જેકી શ્રોફ, અલી ફઝલ, મનીષા કોઈરાલા, સંજય દત્ત તથા સત્યજીતે કેટલાંક ભાવુક સીન્સ ઘણી જ સારી રીતે પ્લે કર્યાં છે. ઈન્ટરવલ સુધી ફિલ્મ દર્શકોને બાંધી રાખે છે પરંતુ ત્યાર બાદ ફિલ્મ ધીમી થઈ જાય છે.
કબીર સિંહ બાદ બનેલી સાઉથની બીજી રીમેક ફિલ્મ છે. ડાયરેક્ટર દેવ કટ્ટા પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યા છે. યૂપીમાં બનેલી ફિલ્મના કેટલાક સીન્સ જોઈને લાગે કે ડાયરેક્ટર વધારે રિસર્ચ નથી કર્યું. ફિલ્મનો પ્રથમ હાફ સારો છે અને ફિલ્મ સારી રીતે આગળ વધે છે પરંતુ બીજા હાફમાં ફિલ્મ ધીમી થઈ જાય છે.
પ્રસ્થાનમમાં સંજય દત્તની સાથે મનીષા કોઈરાલ, જેકી શ્રોફ, ચંકી પાંડે, અલી ફઝલ, અમાયરા દસ્તૂર અને સત્યજીત દૂબેની એક્ટિંગ જોઈને તમારી ઉત્સુકતા છેલ્લે સુધી બની રહેશે. ફિલ્મનું સંગીત પણ સારૂ છે. આ ફિલ્મ દર્શકોને બાંધી રાખવામાં સફળ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement