શોધખોળ કરો
Advertisement
ફરહાન અખ્તર અને શિવાની આ વર્ષે લગ્ન કરે તેવી સંભાવના, જાણો વિગત
ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે લગ્નની તારીખ ફરહાન અને શિવાનીએ હજી ફાઈનલ કરી નથી.
મુંબઈ: ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ પોતાની રોમેન્ટિક તસવીરો ઘણીવાર શેર કરીને પોતાના સંબંધને જાહેર કરતાં હોય છે. જોકે હવે આ યુગલ પોતાના સંબંધોને વધુ આગળ લઈ જવા માંગે છે તેઓ વર્ષ 2020માં લગ્ન કરે તેવી શક્યતા છે. જોકે ફરહાન અને શિવાનીએ આ અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી જ્યારે આ અંગે અમે પણ પૃષ્ટિ કરતાં નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફરહાનની ફિલ્મ ‘તુફાન’ રિલીઝ થાય બાદ બન્ને લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. પરંતુ કદાચ તેઓ આ પહેલાં લગ્ન કરીને લોકોને સપ્રાઈઝ પણ આપે તેવી સંભાવના છે. લગ્નની તારીખ ફરહાન અને શિવાનીએ હજી ફાઈનલ કરી નથી.
શિવાનીએ તાજેતરમાં તેની બહેન અનુષ્કા દાંડેકરના બર્થ-ડે પ્રસંગે ફરહાનના બહુ વખાણ કર્યાં હતાં. તેણે તેને ‘બેટર હાફ’ તરીકે ગણાવ્યો હતો. તેમજ તેના જીવનમાં સુખદ બદલાવ લાવવા માટે તેણે ફરહાનનો આભાર પણ માન્યો હતો. તેણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં મને મળેલા લોકોમાં તું જ મને બેસ્ટ મળ્યો છે. તે મને જીવનના ઘણા પાઠ શીખવ્યા છે, ખાસ કરીને ધીરજ રાખવાનું તે મને શીખવ્યું છે.
નોંધનીય છે કે, ફરહાન અખ્તરે પ્રથમ પત્ની અધુના સાથે વર્ષ 2000માં લગ્ન કર્યાં હતા. તેના થકી તેને બે સંતાનો થયા છે. આ યુગલના લગ્નજીવનનો 2017માં અંત આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion