Chandrayaan 3: સાઉથના સુપરસ્ટાર પર કેસ દાખલ, ચંદ્રયાન-3ની મજાક ઉડાવવા ટ્વીટ કર્યુ લુંગી વાળું કાર્ટૂન ને......
સમાચાર એજન્સી ANI અનુસાર, ચંદ્રયાન-3 મિશન પર ટ્વીટ કરવા બદલ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
Fir On Prakash Raj for Moking Moon Mission Chandrayaan 3: આ સમયે જ્યાં આખો દેશ ચંદ્રયાન-3 ના સફળ અને સુરક્ષિત ઉતરાણની દુઆઓ કરી રહ્યો છે, લોકો આ ઐતિહાસિક પળના સાક્ષી બનાવા માટે ઉતાવળા થયા છે, દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ હશે, પરંતુ આ બધાની વચ્ચે સાઉથ ફિલ્મના સુપરસ્ટાર હીરો પ્રકાશ રાજના સૂર અલગ જ દેખાયા છે. પ્રકાશ રાજે મિશન મૂનની મજાક ઉડાવીને પોતાના માટે મુશ્કેલી ઊભી કરી છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે સાઉથ અને બૉલીવૂડ ફિલ્મોમાં કામ કરનાર એક્ટર પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના વિવાદાસ્પદ ટ્વીટ માટે દેશભરમાં લોકોએ અભિનેતાની ટીકા કરી હતી અને ત્યારબાદ તેની સામે પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
પ્રકાશ રાજને ચંદ્રયાન-3ની મજાક ઉડાવવી પડી ભારે -
સમાચાર એજન્સી ANI અનુસાર, ચંદ્રયાન-3 મિશન પર ટ્વીટ કરવા બદલ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કેટલાક હિન્દુ સંગઠનોના નેતાઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. કર્ણાટકના બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ રાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિક્રમ લેન્ડરને લઇને કર્યુ હતુ વિવાદિત ટ્વીટ -
હકીકતમાં, પ્રકાશ રાજે તેમના ટ્વીટર પર ચંદ્રયાન-3ની મજાક ઉડાવતા એક તસવીર શેર કરી છે, જેના પર હવે હંગામો થયો છે. તેને પોતાના ટ્વીટર પર ઈસરોના પૂર્વ વડા કે સિવાનનું એક કાર્ટૂન શેર કર્યું છે, જેમાં તે શર્ટ અને લૂંગી પહેરીને ચા રેડતા જોવા મળે છે. આ કાર્ટૂન શેર કરતાં પ્રકાશ રાજે લખ્યું, 'બ્રેકિંગ ન્યૂઝ! ચંદ્રની પહેલી તસવીર #VikramLander હવે લોકો પ્રકાશ રાજને આ રીતે પૂર્વ ISRO ચીફ કે સિવાન અને ચંદ્રયાન-3ની મજાક ઉડાડવા બદલ ખરાબ રીતે ટ્રૉલ કરી રહ્યા છે. હવે અભિનેતા કાયદાકીય કેસમાં ફસાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી પ્રકાશ રાજ તરફથી ફરી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
BREAKING NEWS:-
— Prakash Raj (@prakashraaj) August 20, 2023
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G
પ્રકાશ રાજની ટ્વીટર પર પણ થઇ ખેંચાખેંચ -
ઉલ્લેખનીય છે કે, પ્રકાશ રાજની કાર્ટૂન પૉસ્ટ જોયા બાદ એક યૂઝરે પ્રકાશની આ પૉસ્ટ પર કૉમેન્ટ કરી અને લખ્યું, 'તમને શરમ આવે છે' અને એકે લખ્યું, 'તમારે ડૉક્ટર પાસેથી સારવાર લેવાની જરૂર છે. પરંતુ તે પણ તમારી બીમાર વિચારસરણીને ઠીક કરી શકશે નહીં.' બીજીબાજુ એક યૂઝરે પ્રકાશને દેશદ્રોહી ગણાવતા લખ્યું, શું તમે અહીં ખાઓ છો અને અહીંનું ખરાબ વિચારો છો? એક યૂઝરે લખ્યું, 'ચંદ્રયાન-3 એવી વસ્તુ છે જેના પર સમગ્ર ભારતને ગર્વ હોવો જોઈએ, રાજકીય વિચારધારાને ધ્યાનમાં લીધા વગર. રાજકીય વિ રાષ્ટ્રીય ટ્રૉલિંગ વચ્ચેની સીમા જાણો.’ એકે લખ્યું, ‘કોઈને નફરત કરવી અને તમારા દેશને નફરત કરવી એમાં ફરક છે. તમને આ હાલતમાં જોઈને ખૂબ જ દુઃખ થયું.
Hello @IndiaToday, how did you conclude that Prakash Raj was mocking Ex ISRO Chief and Moon Mission? https://t.co/jNVSigoXdo pic.twitter.com/9Rg19EM5Xm
— Mohammed Zubair (@zoo_bear) August 21, 2023
#MannKiBaat #justasking https://t.co/I1OVuHOg4e
— Prakash Raj (@prakashraaj) August 20, 2023